AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું બાજરીમાં પિયત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળું બાજરીમાં પિયત વ્યવસ્થાપન
🌿ઉનાળુ બાજરીના પાકને 7 થી 13 પિયત આપવાની જરૂરિયાત પડે છે. 🌿મહેસાણા જીલ્લામાં કે જયાં જમીન ગોરાડું અને જમીનનું સ્તર ઉંડું છે ત્યાં 6 થી 7 પિયત લગભગ 15 દિવસના ગાળે આપવું. 🌿બનાસકાંઠા વિસ્તારમાં રેતાળ જમીનમાં ફેબ્રુઆરી- માર્ચ દરમિયાન 8 થી 10 દિવસે અને ત્યારબાદ દરમિયાન 5 થી 6 દિવસે પિયત આપવું. 🌿સૌરાષ્ટ્ર વિસ્તારમાં જમીનનું પડ છીછરૂ હોવાથી પાકના મૂળ ઊંડા જઈ શકતા નથી જેથી આવા વિસ્તારમાં કુલ 12 થી 13 પિયત આપવા જરૂરી છે તેમ છતાં પિયતની કટોકટીની અવસ્થાને અવશ્ય પિયત આપવું. પાક થુલી અવસ્થાએ હોય ત્યારે પાકને પાણી આપી ભેજવાળું વાતાવરણ રાખવું જરૂરી છે. 🌿પિયતની કટોકટીની અવસ્થાઓ જેવી કે અંકુર અવસ્થા, ફુટની અવસ્થા, નીધલની અવસ્થા, થુલીની અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
17
0