ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનગૉંવ કનેક્શન
ઉનાળા દરમિયાન પશુઓને લૂથી બચાવો
ઉનાળામાં પશુ પાલકોએ પશુઓની વિશેષ સંભાળ લેવી જોઈએ. આ સમયે, પશુઓ ઉત્કૃષ્ટ ગરમી અને લૂના કારણે અસરગ્રસ્ત થઈ શકે છે. ગરમ પવનોને કારણે, પ્રાણીઓની ચામડી સુકાઇ જાય છે અને દૂધાળા પશુઓના દૂધનું પ્રમાણ ઘટી જાય છે. પશુ પાલકો પશુઓની સમયસર સારવાર કરી તેમને બચાવી શકે છે. જો પશુની હાલત બહુ ખરાબ હોય તો તુરંત જ તેને પશુચિકિત્સક પાસે લઈ જાઓ.
લક્ષણો_x000D_ જયારે પશુઓને લૂ લાગી હોય ત્યારે, તે 106 થી 108 ડીગ્રી જેટલા ઊંચા તાવથી પીડાય છે. પશુઓ સુસ્તી અનુભવે છે અને તેમને ખોરાક માટે અરુચિ થાય છે. તેમની જીભ મોંઢામાંથી બહાર નીકળી જાય છે, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમના મોઢાની આજુબાજુ ફીણ વળે છે. _x000D_ સારવાર_x000D_ • આ સીઝનમાં પશુઓને વારંવાર તરસ લાગે છે. પશુઓને દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણ વખત પાણી પીવડાવો જેથી તેમના શરીરનું તાપમાન નિયંત્રિત રહે. _x000D_ • આ ઉપરાંત, પાણીમાં થોડું મીઠું અને લોટ મિશ્ર કરી અને પશુઓને પીવડાવો. _x000D_ • શુદ્ધ હવાની અવરજવર થઈ શકે તે માટે પશુઓના શેડમાં યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ. _x000D_ • ઉનાળામાં, પશુઓને નવડાવવા જોઈએ ખાસ કરીને ભેંસોને ઠંડા પાણીથી નવડાવવી જોઈએ. _x000D_ • પશુઓને પૂરતા પ્રમાણમાં ઠંડુ પાણી પીવા માટે આપવું જોઈએ. _x000D_ • પશુઓને ટીન અથવા ઓછી ઊંચાઈવાળા છાપરા નીચે બાંધવા નહીં. _x000D_ • પશુઓને લીલો ઘાસચારો ખાવા આપવો જોઈએ. લીલો અને પોષણયુક્ત ઘાસચારો વધુ શક્તિ આપે છે અને તે 70-90 ટકા પાણી ધરાવે છે, જે પશુઓના શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે._x000D_ _x000D_ સ્ત્રોત – ગાંવ કનેક્શન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
320
0
સંબંધિત લેખ