સલાહકાર લેખકૃષિ જાગરણ
ઉનાળામાં શાકભાજી અને ફળોને લૂ થી બચાવવાના ઉપાયો !
👉 ગરમીમાં ખેડૂત શાકભાજી અને અન્ય પાકોને ઉગાડે છે,જેને ગરમીથી બચાવા ખૂબ જ જરૂરી હોય છે. જો આમ ન કરવામાં આવે તો અનેક વખત ઉભા પાક આ ગરમીનો ભોગ બની શકે છે. એપ્રિલ અને મે મહિનો ગરમીની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હોય છે. તેમા શાકભાજી અને પાકો પાણીની અછતને લીધે સુકવા લાગે છે અને લૂનો પ્રકોપ વધવા લાગે છે. તો ચાલો જાણીએ કે ઉનાળનાં દિવસોમાં તમે શાકભાજી તથા પાકોને કેવી રીતે લૂ થી બચાવી શકો છો.
👉 ડ્રીપ સિંચાઈ પદ્ધતિ
ઉનાળાના દિવસોમાં લૂથી શાકભાજી તથા અન્ય પાકો પર પ્રતિકૂળ અસર થાય છે. જેમ જેમ ગરમીનો પારો વધવા લાગે છે તેમ-તેમ છોડમાં પાણીની માંગ વધવા લાગે છે. આ સંજોગોમાં કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ગરમીના દિવસોમાં છોડ અને જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ જાળવી રાખવા માટે ડ્રીપ ઈગિગેશન સિસ્ટમ અપનાવવું જોઈએ. તે એક અસરકારક ઉપાય છે,જેથી છોડ અને જમીનમાં ભેજને જાળવી રાખી શકાય છે. જ્યારે પાકમાં સિંચાઈ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને સિંચાઈને ચોક્કસ સમયાંતરે ઓછી કરતા રહેવું જોઈએ. ડ્રીપ ઈરિગેશન અપનાવવાથી પાણીની જરૂર ઓછી પડે છે.
👉 મલ્ચિંગ ટેકનોલોજી
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગરમીના દિવસોમાં વાષ્પીકરણની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે, જેને કારણે જમીન ઝડપથી સૂકવા લાગે છે,જેથી છોડમાં ભેજનું પ્રમાણ ખતમ થઈ જાય છે અને છોડ સૂકવા લાગે છે. આ સંજોગોમાં શાકભાજીમાં વાનસ્પતિક મલ્ચ અથવા પ્લાસ્ટીક મલ્ચનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં આ પદ્ધતિને અપનાવવાથી પાણીના વાષ્પીકરણની પ્રક્રિયા ઓછી થાય છે,જેથી છોડમાં ભેજમાં અને જમીનમાં ભેજ જળવાઈ રહેશે અને પાક ખરાબ નહીં થાય.
👉 યોગ્ય સમયે સિંચાઈ કરવી
આ સાથે કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે શાકભાજી અને પાકોને લૂ તથા ગરમ હવાથી બચાવવા માટે સામાન્ય સિંચાઈ કરવી જોઈએ. આ સાથે સિંચાઈના સમયે પણ સુનિશ્ચિત કરવું જોઈએ. પાકમાં સિંચાઈ કરવાનો યોગ્ય સમય સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી છે અને સાંજના સમયમાં 5 વાગ્યાથી રાત્રીના સમય યોગ્ય છે. શક્ય હોય તો ખેતરમાં ખેડ કરતા રહેવું,જેથી માટી ભરભરી થઈ જાય છે અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. પપૈયા, લીંબુ અને કેરીના બગીચામાં પૂરતા પ્રમાણમાં ભેજ માટે સૂર્યાસ્ત બાદ સિંચાઈ કરવી.
👉 મકાઈ અથવા અન્ય પાકો લગાવો
ગરમીમાં 45 ડિગ્રી અથવા વધારે તાપમાનમાં મરચી, ટામેટા સહિત અન્ય પાકોને અસર થઈ શકે છે. આ સંજોગોમાં પાકને લૂ લાગવાથી બચાવવા માટે વિશેષ પાક ઉગાડવા જોઈએ. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે આ માટે ખેડૂત તેના પાકની આજુબાજુ મકાઈ, નેપિયર ઘાસ જેવા અન્ય પાક લગાવી શકાય છે. જેથી પાકને લૂની સીધી અસર થતી નથી.
👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો.
👉 સંદર્ભ : કૃષિ જાગરણ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.