AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉત્પાદન થશે અઢળક
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઉત્પાદન થશે અઢળક
જમીનનો નમુનો લેવાની રીત 👉ખેતરમાંથી એક નમૂનો લેવો. છતાંય, જો ખેતર મોટું હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, જમીનનું પોત તથા પાક વિકાસના તફાવતને ધ્યાનમાં રાખી ખેતરને પ્રમાણમાં નાના પેટા વિભાગમાં વહેચી નાખવું જોઈએ. 👉સામાન્ય ક્ષેત્ર પાકો માટે 10−15 જગ્યાએથી 15−20 સેન્ટીમીટર ઊંડાઈએથી નમુનો લેવો.શેરડી તથા કપાસ પાક માટે 25 થી 30 સે.મી.ની ઉંડાઇએથી નમુનો લેવો.બાગાયતી તથા ઊંડા મૂળવાળા પાકો માટે એક જ જગ્યાએથી ત્રણ ફૂટ અથવા વધારે ઊંડાના અલગ અલગ નમૂના લેવા. 👉નમુનો લેતાં પહેલાં જમીનની સપાટી ઉપરનું માત્ર ઘાસ, કચરો સાફ કરીને માટી તેના સાથે ઘસડાઈ ન આવે તે રીતે નમુનો લેવો. 👉કોદાળી અથવા ખુરપીથી નમુનો અંગ્રેજી અક્ષર “વી” આકારનો જરૂરી ઉંડાઇએથી લેવો. 👉આ રીતે જુદી જુદી જગ્યાએથી અને ઉંડાઇથી એકત્ર કરેલ નમૂનાઓની માટીને સ્વચ્છ કાગળ ઉપર પાથરી છાંયડામાં સુકવવા મુકવી. મોટા ઢેફા હોય તો તેને મસળીને અગર ભાંગીને ભૂકો બનાવવો. 👉ત્યારબાદ ચાર ભાગ કરી છે સામસામેના ભાગ કરી કરો. ફરી મિશ્ર કરી એકસરખી પાથરી ચાર ભાગ અને ફરીવાર સામસામેના ભાગ દૂર કરો. આમ સુધી છેલ્લે એક કિલો માટી રહે ત્યા સુધી આ પ્રક્રિયા કરો અને જમીનનો નમૂનો તૈયાર કરો 👉નમૂનાની કોથળી ઉપર પણ ખેડૂતનું નામ, ગામ, તાલુકો, નમૂનાની ઊંડાઈ, નમુનો લીધા તારીખ, નમુનો નંબર જેવી માહિતી લખવી જેથી પ્રયોગશાળામાં નમૂનો સહેલાઇથી ઓળખી શકાય. જમીનનો નમુનો લેતી વખતે કેવી કાળજી રાખવી જોઈએ 👉તાજેતરમાં ખાતર આપેલા વિસ્તારમાંથી, શેઢા નજીકથી, વિજળીના થાંભલા પાસેથી, નીચાણવાળા વિસ્તારમાંથી વાડ પાસેથી, ઝાડ પાસેથી, કમ્પોસ્ટના ખાડા પાસેથી, ધોરિયામાંથી અથવા ઉકરડા પાસેથી તથા મકાન વિસ્તારમાંથી નમુનો લેવો જોઈએ નહીં. 👉ખાતરવાળી થેલીઓનો ઉપયોગ નમુનો ભરવા કે સુકવવા માટે કરવો નહી. 👉માટીના નમૂનામાં મોટા ઢેફા હોય તો ભાંગી નાખવા અને વધુ ભેજ હોય તો છાંયડામાં સુકવવો. 👉નમૂનો હંમેશા ખાતર ભરેલી થેલીઓ, ટ્રેક્ટરની બેટરી, રાખ અથવા છાણથી દુર રાખવો પરીક્ષણ માટે માટીના નમૂના ક્યા મોકલવા? પરીક્ષણ માટે માટીના નમૂના લીધા પછી, તમે નમૂનાને તમારી નજીકની માટી પરીક્ષણ પ્રયોગશાળામાં લઈ જઈ શકો છો જ્યાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
21
0
અન્ય લેખો