AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉત્પાદનની સાથોસાથ વધી આવક
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઉત્પાદનની સાથોસાથ વધી આવક
🚰ઉનાળો શરૂ થતાં જ અનેક જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. દિવસેને દિવસે પાણીના તટ ઊંડા જવાને કારણે ખેડૂતો બારેમાસ ખેતી કરી શકતા નથી. પરંતુ ડીસા તાલુકાના શેરપુરા ગામના એક ખેડૂતે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. બારેમાસ ખેતી કરવા માટે પાણી સાચવવા અનોખો ઉપાય કરનાર ખેડૂત અણદાભાઈ જાટ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. વરસાદના વહીં જતા પાણીનો સંગ્રહ કરવાની અનોખી પદ્ધતિ 🚰શેરપુર ગામના વતની અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અણગાભાઈ જાટ ખેતીના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. તેઓ પોતાની 11 વિઘા જમીનમાં ખેતી કરે છે. પરંતુ જિલ્લાના હવામાનની સમસ્યાના કારણે અહીં દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જાય છે. પરિણામે ખેતરોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળી રહેતું નથી અને જોઈએ એવી ખેતી થતી નથી. સિંચાઈ માટે ખેતરમાં તેમણે બોર પણ બનાવડાવ્યો હતો. જેમા તેઓને વર્ષે 60, 000 રૂપિયા બિલ આવતું હતું. જેથી આ ખેતી તેઓને ખર્ચાળ લાગતી હતી. જેથી તેમણે વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરી તેનો ખેતરમાં ઉપયોગ કરવાનું નક્કી કર્યું. 🚰ખેડૂત અણદાભાઈએ 15 લાખના ખર્ચે 75 લાખ લીટર વરસાદી પાણી સંગ્રહ કરી શકે તેવી 110 ફૂટ લંબાઈ 110 ફૂટ પહોળાઈ અને 27 ફૂટ ઊંડી ખેત તલાવડી તૈયાર કરાવી છે. આ ખેત તલાવડીમાં સંગ્રહ થતાં પાણીનો તેઓ સિંચાઈ માટે ઉપયોગ કરે છે. એમાં પણ તેઓ ફૂવારા પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેથી પાણીની બચત પણ થાય છે. સાથોસાથ બોરના પાણી વડે સિંચાઈ કરવાની જરૂર પડતી નથી. જેથી લાઈટબિલમાં પણ રાહત મળે છે. ખેડૂતની આવકમાં થયો વધારો, અન્ય લોકોએ લીધી પ્રેરણા 🚰ખેડૂત અણદાભાઈ જણાવે છે કે, પહેલા બોરમાં વાર્ષિક 60 હજાર જેટલું વીજ બિલ આવતું હતું, અત્યારે આખા વર્ષે માત્ર 5 હજારનું બિલ આવે છે. તેમજ પહેલા ઉનાળુમાં બાજરી 5-7 બોરી એટલે 20 હજાર આસપાસ આવક થતી હતી. અત્યારે 70 બોરી જેટલું બાજરીનું ઉત્પાદન મળે છે. સાથોસાથ 2થી અઢી લાખના ઘાસના ચારની પણ આવક થાય છે. અણદાભાઈને પહેલા બટાટાનું પહેલા ઉત્પાદન નહિવત થતું હતું. હવે સારું ઉત્પાદન મળવાના કારણે તેઓને 5થી7 લાખની આવક થાય છે. ખેતીમાં સિંચાઈ કરવાની તેઓની આ પદ્ધતિનું અન્ય લોકો પણ અનુસરણ કરી રહ્યા છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
17
0
અન્ય લેખો