AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
ઉત્તમ જૈવિક જીવાત નિયંત્રક
• આ જૈવિક જીવાત નિયંત્રણ ની સાથે સાથે રોગ નિયંત્રણ નું પણ કામ કરે છે. • બનાવવાની પધ્ધતિ: • ૨૫૦ ગ્રામ તીખા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ ડુંગળી, ૨૫૦ ગ્રામ આદુ દરેક ને છાલ સાથે ચટણી બનાવવી. • તૈયાર ચટણી ને નવશેકા પાણીમાં ઉમેરીને ૬ કલાક સુધી રાખો. • ત્યારબાદ તૈયાર મિશ્રણ ને સુતરાઉ કાપડ ની મદદ થી ગાળી લો. • તૈયાર થયેલ મિશ્રણ ને ૫૦૦ મિલી પ્રતિ ૧૬ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. • આ છંટકાવ થી પાકમાં જોવા મળતા નાના અને મધ્યમ કદની ઇયળ,થ્રિપ્સ અને લાલ કથીરી માટે ખૂબ જ અસરકારક હોય છે. • નોંધ: જો તમે પણ કોઈ જૈવિક નિયંત્રક કરો છોતો અમને કૃષિ ચર્ચા વિભાગમાં જણાવો. સંદર્ભ: વસુધા ઓર્ગેનિક આપેલ જૈવિક માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂતમિત્રો સાથે તેને શેર કરો.
109
7