એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉગતા ઘઉંમાં ખપૈડી જોવા મળશે !
📍 આ જીવાત તીતીઘોડા કરતા નાની, ભૂખરા રંગની અને ખરબચડા શરીરવાળી હોય છે.
📍 આ જીવાત મકાઇ અને જુવાર જેવા ધાન્ય પાકોને પણ નુકસાન કરતી હોય છે.
📍 સવારે ૧૦ કલાક પછી જેમ જેમ તડકો વધતો જાય તેમ તિરાડોમાં ભરાયેલ આ જીવાત બહાર નીકળી નુકસાન કરતી હોય છે.
📍 ગુજરાતના ભાલ વિસ્તાર, ગોરાડુ જમીનમાં કરેલ ઘઉં અને બિન-પિયતી પાકમાં વધારે જોવા મળે છે.
📍 ઘઉંનો ઉગાવો થાય ત્યારે આ જીવાત તેના બચ્ચાં અને પુખ્ત અવસ્થા કુમળી કૂંપળોને ખાઇને નુકસાન કરતા હોય છે.
જો દર વર્ષે ઉપદ્રવ રહેતો હોય તો વાવણી પછી કોઇ પણ ભૂકારુપી દવા ફેન્વેલરેટ ૦.૪% અથવા ક્વિનાલફોસ ૧.૫% શેઢા-પાળા ઉપર તેમ જ ખેતરમાં છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.