AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈલેક્ટ્રીક સ્કૂટર પર સરકાર આપી રહી છે સબસિડી !
યોજના અને સબસીડીVTV ગુજરાતી
ઈલેક્ટ્રીક સ્કૂટર પર સરકાર આપી રહી છે સબસિડી !
🛵 કેન્દ્ર તથા રાજ્ય સરકારો સતત ઈ-વાહનોના ઉપયોગને વધારવા માટે પગલાઓ ભરી રહી છે. આવામાં જો તમે પણ પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ ખૂબ જ સસ્તી કિંમતમાં મળી શકે છે, કેમકે સરકાર તેના પર ફેમ-2 સ્કીમ હેઠળ સબસિડી આપી રહી છે. જેથી અમુક રાજ્યોમાં તેની કિંમત બાકીના રાજ્યોના મુકાબલે ઓછી થ્ઈ ગઈ છે. ક્યા રાજ્યોમાં તેની કિંમત 10 થી 15 હજાર રૂપિયા ઓછી છે. 🛵 સરકારનો સબસિડી દેવાનો ઉદેશ્ય શું છે. અસલમાં,કેન્દ્ર તથા રાજ્ય સરકાર વાહનોમાં ઉપયોગ થતા લિથિયમ આયન બેટરીની કેપેસીટીના હિસાબથી સબસિડી કે ઇન્સેન્ટીવ નક્કી કરે છે, એટલે કે જેટ કિલોવોટની બેટરી હશે સબસિડી તે હિસાબે મળશે. જેમાં કેંદ્ર તથા રાજ્ય સરકાર પોતપોતાના હિસાબે રજીસ્ટ્રેશન શુલ્ક, GST તથા લોન પર ટેક્સમાં છૂટ આપે છે. 🛵 કેન્દ્ર સરકાર તરફથી મળનાર સબસિડી: સરકારે 2019માં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ફાસ્ટર એડોપ્શન ઓફ ઇલેક્ટ્રિક વેહીકલ્સ ઇન ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આ હેઠળ શરૂઆતમાં પ્રતિ kWh પર 10000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. ત્યાર બાદ જૂન 2021માં સરકારે ઇલેક્ટ્રિક વાહનોને વધારવા માટે આ સીમા વધારીને 15000 રૂપિયા પ્રતિ kWh કરી, જેને FAME-II નામ અપાયુ. 🛵 ટૂ-વ્હીલર પર આ રાજ્યોમાં મળે છે છૂટ: મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર સૌથી વધારે છૂટ દેવાવાળું બીજું રાજ્ય છે. અહી પણ દિલ્લીની જ એમ 5 હજાર પ્રતિ kWhના હિસાબે છૂટ મળે છે. જ્યારે, મેઘાલય, આસામ, ગુજરાત તથા પશ્ચિમ બંગાળમાં kWhના હિસાબે સૌથી વધારે એટલે કે 10 હજાર પ્રતિ કિલોવોટ ઇન્સેન્ટીવ મળે છે, પરંતુ અહી અધિકતમ સબસિડી સીમા માત્ર 20000 રૂપિયા છે. જો અહી કોઈ 3 kWhની બેટરીવાળું સ્કૂટર ખરીદે છે તો તેને 20000 રૂપિયાની જ છૂટ મળશે. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
4
અન્ય લેખો