AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈલેક્ટ્રિક ટ્રેક્ટર વસાવી લો તો થઈ જશે ખર્ચ ઝીરો!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઈલેક્ટ્રિક ટ્રેક્ટર વસાવી લો તો થઈ જશે ખર્ચ ઝીરો!
🚜ભારતમાં ઘણા ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરના સંચાલન ખર્ચને બચાવવા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ડીઝલ અથવા પેટ્રોલ કરતા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ચલાવવામાં ઓછો ખર્ચ થાય છે, કારણ કે તે બેટરીથી સંચાલિત છે. જો તમે પણ ખેતી કરો છો અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે ભારતના ટોપ 5 ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે માહિતી લાવ્યા છીએ, જે ખેતીને સરળ બનાવે છે. આ સાથે તેઓ પણ ખેડૂતોના પૈસા બચાવે છે. 🚜સોનાલિકા ટાઈગર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટરમાં તમને 25.5 KW બેટરીવાળી પાવરફુલ મોટર મળે છે, જે 15 HP પાવર જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મહત્તમ PTO પાવર 9.46 HP છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 500 કિલો લોડિંગ કેપેસીટી ધરાવે છે અને તેને 1420 MM વ્હીલબેઝ પર બનાવવામાં આવ્યું છે. આ સોનાલિકા ટ્રેક્ટરમાં મિકેનિકલ ટાઈપ સ્ટીયરીંગ સાથે 6 ફોરવર્ડ + 2 રિવર્સ ગિયરબોક્સ છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને 10 કલાક નોર્મલ અને 4 કલાક ફાસ્ટ ચાર્જિંગ કરીને ફૂલ ચાર્જ કરી શકાય છે. આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર 2 WD ડ્રાઇવ સાથે આવે છે, તેમાં 5.0 x 12 ફ્રન્ટ ટાયર અને 8.00 x 18 રિયર ટાયર આપવામાં આવ્યું છે. ભારતમાં સોનાલિકા ટાઇગર ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની કિંમત રૂ. 5.91 લાખથી 6.22 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. 🚜ઓટોનેક્સ્ટ X45H2 ટ્રેક્ટર ઓટોનેક્સ્ટ X45H2 ટ્રેક્ટર 32 KW બેટરી કેપેસીટીવાળી શક્તિશાળી મોટર સાથે આવે છે, જે 45 HP પાવર જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની લોડિંગ કેપેસીટી 1800 કિલો છે. આ ટ્રેક્ટરમાં તમને સ્માર્ટ ઇલેક્ટ્રિકલી કંટ્રોલ પાવર સ્ટીયરિંગ મળે છે. આ ઓટોનેક્સ્ટ ટ્રેક્ટર 8 કલાક નોર્મલ ચાર્જિંગ અને 2 કલાક ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ કરાયું છે. આ કંપનીનું 2WD ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, તેમાં ખૂબ મોટા ટાયર છે. ભારતમાં ઓટોનેક્સ્ટ X45H2 ટ્રેક્ટરની એક્સ શોરૂમ કિંમત રૂ. 6.40 લાખથી 6.72 લાખ છે. 🚜સેલેસ્ટીયલ 55 એચપી ટ્રેક્ટર સેલેસ્ટિયલ કંપનીનું આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પાવરફુલ મોટર સાથે આવે છે, જે 55 HP હોર્સ પાવર જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની લિફ્ટિંગ કેપેસીટી 4000 કિલો છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 30 kmphની હાઇ સ્પીડ સાથે આવે છે. આ ટ્રેક્ટરમાં પાવર સ્ટીયરીંગ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 5 કલાકના નોર્મલ ચાર્જિંગ અને 1 કલાકના ફાસ્ટ ચાર્જિંગથી ફૂલ ચાર્જ થઈ શકે છે. આ સેલેસ્ટિયલનું 4 WD એટલે કે ફોર વ્હીલ ડ્રાઇવ ટ્રેક્ટર છે. ભારતમાં સેલેસ્ટિયલ 55 એચપી ટ્રેક્ટરની એક્સ શોરૂમ પ્રાઇસ રૂ. 5 લાખ છે. 🚜એચએવી 45 એસ 1 ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં પાવરફુલ 4TNV84 એન્જિન જોવા મળે છે, જે 44 HP પાવર સાથે 3000 RPM જનરેટ કરે છે. આ ફ્યુચર રેડી ઈલેક્ટ્રિક ટ્રેક્ટર છે, જે બેટરી પેક વિનાનું એકમાત્ર હાઇબ્રિડ ટ્રેક્ટર છે, જે ઘણા ફ્યુઅલ ઓપ્શન્સ પર ચાલવાનું ક્ષમતા ધરાવે છે. આ HV 45 S1 ટ્રેક્ટર 1800 કિલો લોડિંગ કેપેસીટી ધરાવે છે અને તે 2000 MM વ્હીલબેઝમાં બનાવાયેલું છે. આ ટ્રેક્ટરમાં મેક્સ કવર ટાઈપ સ્ટીયરીંગ આપવામાં આવ્યું છે. HAV 45 S1 ટ્રેક્ટર 4 WD ડ્રાઇવ છે, તેમાં ફ્રન્ટ વ્હીલ 8.00x16 અને રિયર વ્હીલ 13.6x28 ડાયમેંશનનું છે. ભારતમાં HAV 45 S1 ટ્રેક્ટરની એક્સ શોરૂમ પ્રાઇસ રૂ. 8.49 લાખ છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
0
અન્ય લેખો