સમાચારઝી ન્યુઝ
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર થશે સસ્તા, કેન્દ્ર સરકાર આપશે મોટી સબસિડી !
"👉 બદલાતા સમયની સાથે એક પ્રકારે વાહનની પરિભાષા પણ બદલાઈ છે. ઈંધણની ખપત અને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઈ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને હવે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ઈંધણના વિકલ્પ તરીકે હવે બેટરી આધારીત વાહનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકારે પણ આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને મોટી રાહત આપવાનું નક્કી કર્યું છે. 👉 ભારતની વાત કરીએ તો અહીં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી હોવાથી પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. એવામાં ઈલેક્ટ્રીક વાહનો પ્રદૂષણ ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ત્યારે સરકાર પણ પેટ્રોલ-ડીઝલના બદલે આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવા માંગે છે. 🚗 🛵ઇલેક્ટ્રિક ગાડી કે બાઈક ખરીદનાર માટે ખુશખબરી, Electric Vehicle ખરીદશો તો સરકાર આપશે મોટી રાહત! 👉 ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે સબસિડી વધારવાની જાહેરાત કરી છે. જે મુજબ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી છે, જે અગાઉના સબસિડી દર કરતા 5,000 પ્રતિ kwh જેટલી વધારે છે. 👉 ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી હવે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ સસ્તા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેવડિયાને સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનોનું શહેર બનાવવવાનો નિર્ણય કર્યો છે, જેના લીધે કેવડિયા દેશનું પહેલું શહેર હશે જ્યાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનો જ જોવા મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
23
6
સંબંધિત લેખ