AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઇસબગુલ ની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી મેળવો વધુ ઉત્પાદન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઇસબગુલ ની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી મેળવો વધુ ઉત્પાદન
ઇસબગુલ એ એક મહત્વપૂર્ણ રોકડીયો પાક છે, તેના બીજ ઉપરની પાતળી છાલ જ ઔષધીય ઉત્પાદ છે. જેનો ભૂસા તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગ્ય વાતાવરણ: શરૂઆતની અવસ્થાએ ઠંડુ અને પાછળની અવસ્થાએ વાદળ વિનાનું સૂકું હવામાન વધુ અનુકૂળ રહે છે. જમીનની પસંદગી: ઇસબગુલના વાવેતર માટે સારી નિતાર ધરાવતી રેતાળ ગોરાડુ, મધ્ય્મ કાળી જમીન પસંદ કરવી.
ખેતરની તૈયારી: ખરીફ પાકની લણણી કર્યા પછી ખેતરની સફાઇ કરીને બે-ત્રણ ખેડ કરી જમીનને ભરભરી બનાવવી. જમીન સમતલ કરીને લાંબા અને સાંકડા ક્યારા બનાવવા. જાતો: ઇસબગુલ ની ખેતી માટે જાત ની પસંદગી આપના વિસ્તાર, આબોહવા અને જમીન અનુસાર બીજ પસંદગી કરવી. વાવણી: ઇસબગુલ વાવણીનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીનો હોય છે. તેની વાવણી બીજને પૂંખીને તેમજ હારબંધ પદ્ધતિથી વાવી શકાય છે. વિટાવેક્સ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ માવજત કરીને વાવેતર કરવું. ખાતર વ્યવસ્થાપન : ઇસબગુલના વધુ ઉત્પાદન માટે, હેકટર દીઠ 15 થી 20 ટન છાણીયું ખાતર ખેડ સમયે આપવું. ઉપરાંત, નાઇટ્રોજન 50 કિલો, ફોસ્ફરસ 40 કિલો અને પોટાશ 25 કિલોની જરૂર પડે છે. સિંચાઇ વ્યવસ્થાપન: સુકા વિસ્તારમાં સિંચાઈનું વધુ મહત્વ રહે છે, વાવણી બાદ તરત જ અને ત્યારબાદ જમીનના પ્રત, પાકની પરિસ્થિતિ અને હવામાન મુજબ પિયત આપવું જોઈએ. પાકની લણણી: ઇસબગુલ પાકની લણણી કરવાનો શ્રેષ્ઠ સમય કંઠી નો રંગ લાલ થાય અને હાથથી મશળતા દાણા અલગ થાય તો સમજવું કે લણણી માટે યોગ્ય સમય છે. તેની કંઠી ને દર બે ત્રણ દિવસમાં પાકવાની સ્થિતિ મુજબ કાપણી કરવી જોઈએ. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
92
8