AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઇસબગુલ ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઇસબગુલ ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
ઇસબગુલ એ એક મહત્વપૂર્ણ રોકડીયો પાક છે, તેના બીજ ઉપરની પાતળી છાલ જ ઔષધીય ઉત્પાદ છે. જેનો ભૂસા તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગ્ય વાતાવરણ: શરૂઆતની અવસ્થાએ ઠંડુ અને પાછળની અવસ્થાએ વાદળ વિનાનું સૂકું હવામાન વધુ અનુકૂળ રહે છે. જમીનની પસંદગી: ઇસબગુલના વાવેતર માટે સારી નિતાર ધરાવતી રેતાળ ગોરાડુ, મધ્ય્મ કાળી જમીન પસંદ કરવી. ખેતરની તૈયારી: ખરીફ પાકની લણણી કર્યા પછી ખેતરની સફાઇ કરીને બે-ત્રણ ખેડ કરી જમીનને ભરભરી બનાવવી. જમીન સમતલ કરીને લાંબા અને સાંકડા ક્યારા બનાવવા. જાતો: ઇસબગુલ ની ખેતી માટે જાત ની પસંદગી આપના વિસ્તાર, આબોહવા અને જમીન અનુસાર બીજ પસંદગી કરવી. વાવણી: • ઇસબગુલ વાવણીનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીનો હોય છે. • તેની વાવણી બીજને પૂંખીને તેમજ હારબંધ પદ્ધતિથી વાવી શકાય છે. • બીજ ને કાર્બોક્સિન + થાઈરમ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ માવજત કરીને વાવેતર કરવું. • બીજ માવજત ની દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-203&pageName=
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
18
4
અન્ય લેખો