AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ સમય માં કરવાના કેટલાક મહત્વના ખેતી કાર્યો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ સમય માં કરવાના કેટલાક મહત્વના ખેતી કાર્યો !
તુવેર: 👉🏻લીલી ઈયળ તથા શીંગ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે એમામેક્ટીન બેન્ઝોએટ 5% SG 88 ગ્રામ પ્રતિ એકર છંટકાવ કરવો. ( આ દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-731,AGS-CP-375,AGS-CP-600&pageName= કપાસ : 👉🏻 કપાસ માં હાલ તડતડિયા અને ગુલાબી ઈયળ નો ઉપદ્રવ જોવા મળતો હશે. તડતડિયા ના નિયંત્રણ માટે કૃષિ યુનિ. એક ભલામણ અનુસાર ફ્લોનિકામીડ 50 ડબલ્યુજી 3 ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી 12 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે, પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન @ 20 મિલી પ્રતિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 9.3% + લેમ્બડા સાયહેલોથ્રીન 4.6% ઝેડસી @5 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરો. ( આપેલ પ્રોડક્ટ ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-132,AGS-CP-223,AGS-CP-540,&pageName= રાયડો: 👉🏻કૃષિ યુનિ.ની ભલામણ અનુંસાર જો રાયડાની વાવણી તા. ૧૫ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવે તો આ પાકમાં આવતી મોલો-મશીનો ઉપદ્રવ ઘણો ઓછો રહે છે. આમ કરવાથી આપણે આ જીવાત માટે કરવા પડતા દવાના છંટકાવ ટાળી શકીએ છીએ અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે. તો ખેડૂત મિત્રો, રાયડાની વહેલી વાવણી ન કરતા ઓક્ટોબરના બીજા પખવાડિયા થાય તે પ્રમાણે આયોજન કરશો. https://youtu.be/6c3Kc67nHcM ( રાયડા નું બીજ ખરીદવા માટે.....ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-S-379,AGS-S-3138,&pageName= ચણા : 👉🏻બિનપિયત ચણાની જાતોનું વાવેતર ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી કરી શકાય. 👉🏻 વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. 👉🏻 રોગ સામે રક્ષણ માટે એક કિલો બિયારણમાં ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ 3 ગ્રામ અને થાયરમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી 4 ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. 👉🏻 આ દવાથી સુકારા જેવા બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે. ઉપર જણાવેલ તમામ પ્રોડક્ટ માંથી કોઈ પ્રોડક્ટ ખરીદીવા માટે હમણાં જ ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-702,AGS-CP-573&pageName=
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
34
7