AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
આ વિસ્તારના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી !
રાજ્યમાં બટાકા, ડુંગળી અને ટામેટા પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે આનંદના સમાચાર છે. કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ અંતર્ગત હવે બટાકા, ટામેટા અને ડુંગળીમાં ઓછા ભાવ હશે ત્યારે ખેડૂતો અને વેપારીઓને સબસીડી મળી શકશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ લાભ ગુજરાતના ખેડૂતોને મળતો ન હતો. રજૂઆત બાદ ખેડા ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાનો સ્કીમમાં સમાવેશ થતા મંદીમાં ખેડૂતોને રાહત મળશે. ગુજરાતના બટાકા ટામેટા અને ડુંગળી પકવતા ખેડૂતોને પણ આ સ્કીમનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના બનાસકાંઠા ખેડા અને ભાવનગર જિલ્લાને આ સ્કીમ અંતર્ગત સમાવેશ કર્યો છે. ત્રણેય પાકોના ભાવ નીચે જશે તો ખેડૂતો અને વેપારીઓને પ્રતિ 50 કિલોએ 50 રૂપિયા જેટલી સબસીડી મળવાપાત્ર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
7