AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ વર્ષે 'મેહુલો' રહેશે સારો, ખેડૂતો માટે સારા સમાચાર !!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આ વર્ષે 'મેહુલો' રહેશે સારો, ખેડૂતો માટે સારા સમાચાર !!
⛆ વરસાદના અનુમાનની રાહ જોતા ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે. અનુમાન પ્રમાણે આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે. ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 29મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે. ⛆ દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે.એવી પણ આગાહી કરી છે કે આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ⛆ નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
8
અન્ય લેખો