AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ વર્ષે દેશમાં અનાજની આયાતમાં 46% નો થયો વધારો
કૃષિ વાર્તાએગ્રોવન
આ વર્ષે દેશમાં અનાજની આયાતમાં 46% નો થયો વધારો
નવી દિલ્હી:દેશમાં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આ વર્ષે આયાતમાં 46% નો વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન, 23 લાખ ટન અનાજની આયાત કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 16 લાખ ટન આયાત કરવામાં આવી હતી. ભારત વિશ્વનો સૌથી મોટો અનાજ આયાત કરનાર છે. દેશમાં 2019-20માં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થતાં આયાતમાં વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બજારની માંગ હાલમાં ઉપલબ્ધ અનામત કરતા વધારે છે. 2018-19માં અનાજનું ઉત્પાદન ઘટીને 82 લાખ ટન થયું છે.
અનાજની આયાતમાં કઠોળ નો મોટો ફાળો છે. એપ્રિલથી નવેમ્બર સુધીમાં કઠોળની આયાત 6 લાખ 88 હજાર 817 ટન થઈ હતી. ગયા સીઝનના સમાન ગાળામાં કઠોળની આયાત 1 લાખ 51 હજાર 403 ટન જેટલી થઈ હતી. સંદર્ભ - એગ્રોવન, 21 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારાખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
32
0