સમાચારએગ્રોસ્ટાર
આ વર્ષે થશે જોરદાર વરસાદ!
🌦️કાળઝાળ ઉનાળાની પાચમાલીથી લોકો હચમચાવી ગયા છે. દેશભરમાં હીટવેવેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ વચ્ચે લોકોએ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ શુક્રવારે 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે છાંટા પડ્યા હતા બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે પણ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ તેમ જ કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ઉનાળાની આગાહી કરી છે. હવે ત્યાં પ્રશ્ન તે ઉભા થાય છે કે શું ગુજરાતમાં આવતી કાલથી હવામાન પલટાશે?
🌦️હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં આવતી કાલે થી ચોમાસું આવી શકે છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. હાલમાં દેશના ઘણા ભાગોમાં તાપમાન તેની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. તેનાથી લોકો ખૂબ જ પરેશાન છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસુ
🌦️હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં હાલમાં જે પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે તે ટૂંક સમયમાં ચોમાસામાં બદલાઈ જશે. વિભાગે આજે કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. અન્ય રાજ્યોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમને ચોમાસાના વરસાદના આગમન પહેલા મોટી રાહત મળવાની છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો શક્ય છે કે ચોમાસાનું આગમન રાજ્યમાં 20 જૂનના આજુબાજુ થઈ જશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!