AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ વર્ષે ઘઉંનું વિક્રમી સ્તરે વાવેતર ! જાણો કેવા ભાવ રહેશે !
કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
આ વર્ષે ઘઉંનું વિક્રમી સ્તરે વાવેતર ! જાણો કેવા ભાવ રહેશે !
2020માં ગુજરાત સહિત ભારતમાં ઘઉંનું ઉત્પાદન સતત બીજા વર્ષે વિક્રમ તોડી શકે છે. 2019-20માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાની સરકારે ઘારણા બાંધી હતી. હેક્ટરે સરેરાશ 3155 કિલો ઉત્પાદન થશે એવી ધારણા પણ બાંધી હતી. 2018-19માં 7.97 લાખ હેક્ટરમાં 24 લાખ ટન સાથે હેક્ટર દીઠ 3019 કિલોનું ઉત્પાદન થવાની ધારણા ગુજરાત સરકારે વ્યક્ત કરી હતી. 2020માં આ તમામ વિક્રમો તૂટશે. તેની સાથે વેપારીઓ ખેડૂતોને ભાવ નહીં આપે. 16.11 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર 2010-11માં થયું હતું. તે 10 વર્ષનો વિક્રમ આ વખતે તૂટે તો નવાઈ નહીં. જેમાં ઘઉંનો 13 લાખ હેક્ટર જ એવો વિસ્તાર હતો કે જ્યાં સિંચાઈ થતી હતી. આ વર્ષે જમીનમાં ભેજ હોવાના કારણે બિનપિયત ઘઉંનું વાવેતર પણ વધી શકે છે. આખા ગુજરાતમાં 41.48 ઈંચ વરસાદ 2020માં થયો છે. જે 129.43 ટકા છે. છે. જૂનમાં 4.27 ઈંચ, જુલાઇમાં 8.75 ઈંચ, ઓગસ્ટમાં 17.56 ઈંચ, સપ્ટેમ્બરમાં 10.98 ઈંચ વરસાદ થયો હતો. ઘઉંના વાવેતર માટે ચોમાસાના છેલ્લા મહિનામાં પડેલો વરસાદ ઘણો મહત્વનો હોય છે. 2010થી2018ના સપ્ટેમ્બરમાં સૌથી વધું વરસાદ સપ્ટેમ્બરમાં પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 33.81 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 78.42 ઈંચ, મધ્ય ગુજરાતમાં 38.66 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27.75 ઈંચ, કચ્છમાં 23.34 ઈંચ થાય છે. ભારતમાં 25 વર્ષનો શ્રેષ્ઠ વરસાદ થયો છે. 120 વર્ષોમાં 2020નું વર્ષ 19મું છે જ્યાં 109 ટકા વરસાદ પડ્યો છે. 61 વર્ષ પછી એવું થયું છે કે સતત બે ચોમાસામાં સરેરાશથી વધું થયો છે. 2019માં 110%, 1916માં 110%, 1917માં 120% વધારે વરસાદ થયો છે. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : વ્યાપાર સમાચાર . આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
11
5
અન્ય લેખો