ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આ રીતે પાકમાં કરો ફળમાખીનું અસરકારક નિયંત્રણ
🐝વેલાવાળા શાકભાજી પાકો જેમ કે દુધી,કારેલા, તરબૂચ, ટેટી, તુરીયા, કાકડી માં ફળમાખીના ઉપદ્રવથી ભારે નુકશાન થાય છે. તો આજે આપને તેની ઓળખ, નુક્શની અને નિયંત્રણ વિશે વિગતવાર વાત કરીશું.
Image-1
🐝આ જીવાત નું પુખ્ત(માખી) ઘરમાખી ના કદનું, આછા બદામી રંગનું , પીળા પટ્ટા વાળુ શરીર અને પારદર્શક પાંખો પર કાળા રંગના ધબ્બા ધરાવતું હોય છે. ફળ માખી તેના અંડ નિક્ષેપક ની મદદ થી ફળની અંદર ઈંડા મૂકે છે. ઈંડા માંથી નીકળતી ઈયળ મેલા સફેદ રંગની જોવા મળે છે.
Image-2
🐝ઈંડા મુકેલ જગ્યાએ લીલા રંગનો ડંખ જોવા મળે છે. અને એ ડંખ માંથી રસ ઝરે છે જેના ઉપર થી ફળ માખી નો ઉપદ્રવ છે એમ જાણી શકાય છે. ઈંડા મુકવા કરેલા ડંખ ના લીધે ફળ નો આકાર બેડોળ થય જાય છે. આ ડંખના કાણામાંથી રોગ કારકો ને ફળમાં દાખલ થવા ની અનુકૂળતા રહે છે. ઈંડા માંથી નીકળતી ઈયળ ફળ નો ગર્ભ ખાવાનું શરૂ કરે છે. ઉપદ્રવી ફળો વિકૃત થાય જાય છે પીળા પડી જમીન પર ખરી પડે છે.
Image-3
🐝જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો વેલાવાળા શાકભાજી પાકની રોપણીના ૩૫ દિવસે પછી ફળ માખી ની નિરીક્ષણ માટે ૫ ટ્રેપ/ એકર મુજબ લગાવી. જ્યારે આ ટ્રેપ માં ફળ માખી પકડાયેલા જોવા મળે ત્યારે ડેસીસ @ ૭ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. એગ્લોરો@૩૦ મિલી સાથે + ગોળ 500 ગ્રામ/ 15 લીટર પાણીમાં મિક્સ કરી પાક માં મોટા છાંટા(ફોરા) પડે એ રીતે છંટકાવ કરવો.
Image-4
🐝સાથે-સાથે ખેતર ની ફરતે કાળા તુલસી નું વાવેતર કરવું. તુલસી ફળ માખી ને આકર્ષે છે. તેથી જ્યારે તેના પર ફળ માખી જોવા મળે છે ત્યારે તુલસીના છોડ પર અગ્લોરો @ ૩૦ મિલી / ૧૫ લીટર પાણી અથવા ડેસીસ @ ૭ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.