ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખકૃષિ જાગરણ
આ રીતે કરો ટ્રેક્ટર નો ઉપયોગ અને કરો ડીઝલ નો બચાવ !
વાવણીની સીઝન આવતાની સાથે જ ટ્રેકટરોનો ઉપયોગ ખૂબ જ રહેશે. આજના સમયમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી ખેડૂતો તેના સાથી ટ્રેક્ટર માં ડીઝલ નો ઓછો વ્યય થાય તે માટે બચતનાં પગલાં લેવાય તે જરૂરી છે. આજે અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ડીઝલ પરના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો કરી શકો છો. ટ્રેક્ટર પાર્ટ્સની સમયસાર સંપૂર્ણ સંભાળ : નિષ્ણાતો માને છે કે જો વાહનોને સમય સમય પર યોગ્ય રીતે જાળવવામાં આવે, સાફ કરવામાં આવે અને સર્વિસ કરવામાં આવે તો તે તેની કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ટ્રેક્ટરની યોગ્ય જાળવણી એન્જિન પરનો ભાર ઘટાડે છે અને ડીઝલનો વપરાશ ઘટાડે છે. લિકેજ બંધ કરો : સામાન્ય રીતે, ટ્રેક્ટરોમાં, એક સમય પછી લિકેજની સમસ્યા શરૂ થાય છે, નવા ટ્રેક્ટરમાં પણ લિકેજની સમસ્યા થઈ શકે છે. ખેડૂત ભાઈઓ આને ઘણીવાર નાની બાબત તરીકે લે છે અને તેના પર ધ્યાન આપતા નથી. જ્યારે નિષ્ણાંતોના મત મુજબ, જો પ્રતિ સેકંડ એક ટીપું લીકેજ થાય છે વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે. ઉપયોગમાં ન હોય ત્યારે એન્જિન બંધ કરો ખેડૂત ભાઈઓ સામાન્ય રીતે ઉપયોગમાં ન હોય ત્યારે પણ એન્જિન ચાલુ રાખે છે, તેથી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ અને એર ફિલ્ટર્સને નુકસાન થાય છે અને ડીઝલનો વપરાશ વધે છે.
સંદર્ભ: કૃષિ જાગરણ _x000D_ આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
212
2
સંબંધિત લેખ