યોજના અને સબસીડીVTV ન્યૂઝ
આ રહી રૂા. 20 લાખથી વધુની સરકારી સહાય, પશુપાલન પર મળે છે 75 ટકા સબસિડી !
👉 ડેરી સાહસ વિકાસ યોજનાએ ભારત સરકાર પ્રાયોજિત યોજના છે જે ડેરી કે તેના સંબંધિત વેપાર કરનાર વ્યક્તિ કે સંગઠીત કે અસંગઠીત જૂથને નાણાંકિય મદદ કરે છે.આ યોજના 1લી સપ્ટેમબર 2010માં અમલમાં આવી. ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરો: 👉 સોથી પહેલા નાબાર્ડની વેબસાઈટ ઉપર જાઓ https://www.nabard.org/#4thpage 👉 ત્યારબાદ GOVT. SPONSORED SCHEMES ઉપર ક્લીક કરો 👉 હવે Dairy Entrepreneurship Development Scheme ઉપર ક્લીક કરો 👉 હવે તમને Links for download નો ઓપ્શન મળશે જેમાં Dairy Entrepreneurship Development Scheme ઉપર ક્લીક કરો એટલે PDF ફાઈલ ખુલશે 👉 PDF ફાઈલમાં ફોર્મ હશે જે ડાઉનલોડ કરો. ફોર્મ મુજબ તમારે તૈયારી કરવાના દસ્તાવેજો અને કાર્યો 👉 નક્કી કરો કે તમે કઈ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિને સ્થાપિત કરવા જઈ રહ્યા છો જે ડેરી ફાર્મિંગને સંબંધિત છે. હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિ અથવા વ્યવસાય નમૂનો ઉપરોક્ત ઉલ્લેખિત પ્રકારોમાંથી એક હોઈ શકે છે. 👉 કોઈ કંપની અથવા કોઈ અન્ય યોગ્ય વ્યવસાય અથવા એનજીઓના અસ્તિત્વની નોંધણી કરો. 👉 બેંક ધિરાણ માટેની વિનંતી સહિત ડેરી તબેલા માટે વિગતવાર યોજના અહેવાલ અથવા વ્યવસાય યોજના તૈયાર કરો. 👉 કોઈપણ વ્યાપારી બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંક અથવા રાજ્ય સહકારી બેંક અથવા રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અથવા અન્ય સંસ્થાઓ, જે નાબાર્ડ તરફથી પુનર્ધિરાણ માટે લાયક છે તે બેન્ક ધિરાણ માટે વિનંતી રજૂ કરો. 👉 એકવાર બેંક ધિરાણ મંજૂર થઈ જાય, પ્રયોજકે તેના યોગદાન અને બેંક ધિરાણનો ઉપયોગ કરીને યોજનાને અમલમાં મૂકવો પડશે. ધિરાણ, વ્યાજ દર, કાર્યકાળ અને જામીનગીરીની જરૂરિયાત મંજૂર કરવાની સત્તા બેંકને આપવામાં આવે છે. 👉 ધિરાણના પ્રથમ હપ્તાના ચૂકવણા પર, બેંકએ નાબાર્ડને મંજૂરી માટે અને ડેરી ફાર્મિંગ માટે નાબાર્ડ સબસિડીની છૂટ માટે અરજી કરવી પડશે. 👉 નાબાર્ડ બેંકને સબસિડી આપશે. કોઈ વ્યાજ વિના સબસિડી ‘રિઝર્વ ફંડ એકાઉન્ટ’ તરીકે વર્ગીકૃત કરાયેલ ખાતામાં સબસિડી રાખશે. 👉 પ્રયોજક દ્વારા ધિરાણના કરાર હેઠળ સંતોષકારક સેવા પર, રિઝર્વ ફંડ ખાતામાં સબસિડી રકમ બેંક ધિરાણની છેલ્લી કેટલીક ચુકવણીઓ સામે ગોઠવવામાં આવશે. કેમ સબસિડી આપે છે સરકાર 👉 સ્વચ્છ દૂધનું ઉત્પાદન થાય તે માટે સ્થપાનાર આધુનિક ડેરી ફાર્મને પ્રોત્સાહન આપવાનું 👉 વાછરડું કે વાછરડીના ઉછેર અને સંરક્ષણના સારા જથ્થાને પ્રોત્સાહન આપવું 👉 અવ્યવસ્થિત ક્ષેત્રમાં માળખાકિય સુધારો લાવી પ્રારંભીક દૂધ ઉત્પાદનને ગામ્ય સ્તરે એક કરવું 👉 ગુણવત્તા અને પારંપરિક તકનિકોમાં સુધારો લાવી વ્યાપારીકરણની રીતે દૂધની સંભાળ લેવી 👉 રોજગારીની તકો ઉભી કરી અવ્યવસ્થીત ક્ષેત્રમાં માળખાકિય સુવિધા પુરી પાડવી ખર્ચની ગણતરી 👉 નાનું ડેરી ફાર્મ: વર્ણસંકર ગાય, સ્થાનિક જાતની પ્રજાતિ અને ઉચી ઓલાદોની ભેસો(10 પ્રાણીઓ સુધીનો) રુપિયા 5 લાખ 👉 કૃમિ ખાતર(દૂધાળા પ્રાણીઓ સાથે) રુપિયા 20,000 👉 વાછરડી વાછરડાંના પાલન પોષણ-20 વાછરડાં સુધીનાં- રુપિયા 4.80 લાખ 👉 દૂધ દોહવાનાં મશીન/દૂધની ચકાસણી/જથ્થા બંધ દૂધના કુલર( 2000 લીટર સુધીની ક્ષમતા) રુપિયા 18 લાખ 👉 સ્થાનિક દૂધની બનાવટોના ઉત્પાદન એકમ માટે- રુપિયા 12 લાખ સુધી 👉 દૂધની બનાવટોના પરિવહનની સુવિધા અને ઠંડુ રાખવાની સાંકળ બનાવવા- રુપિયા 24 લાખ 👉 દૂધ/ દૂધની બનાવટો માટેના કોલ્ડ સ્ટોરેજ માટે- રુપિયા 30 લાખ 👉 ખાનગી પશુ દવાખાના માટે- રુપિયા 2.4 લાખ-હરતાં ફરતાં એકમ માટે રુપિયા 1.80 લાખ- સ્થિર એકમ 👉 ડેરી પાર્લર-રુપિયા 56000 લોન મેળવવા માટેની લાયકાત 👉 કોઇપણ ખેડૂત,વ્યક્તિગત સાહસિકો, એનજીઓ,કંપનીઓ, સંગઠીત કે અને અસંગઠીત જૂથ 👉 યોજના ભંડોળ/ રોકાણની રીત 👉 વ્યક્તિગત સાહસિકનું યોગદાન: કુલ મુડીરોકાણમાં ઓછામાં ઓછુ 10% 👉 ભરપાઇ બાદ મળનારી સબસીડી: કુલ મુડી રોકાણની ટોચમર્યાદામાં જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે 25 % જ્યારે 33.33% SC/ST લાભાર્થીઓ માટે 👉 દૂધ/ દૂધની બનાવટના કોલ્ડ સ્ટોરેજ માટે- રુપિયા 30 લાખ 👉 બેંકની ભાગીદારી: સંતુલિત હિસ્સો- ઓછામાં ઓછો 40% 👉 અમલીકરણ સંસ્થાઓ: પશુપાલન ડેરી ઉદ્યોગ અને મત્સ્ય વિભાગ, આ યોજનામાં ભારત સરકાર કેન્દ્રમાં રહે છે. NABARD આ યોજનાને વેપારી બેંકો, સહકારી બેંકો, SLDBs સ્થાનિક ગ્રામ્ય બેંકો થકી અમલી બનાવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
18
સંબંધિત લેખ