AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ રહી ઘઉં ના પાક ની સચોટ માહિતી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
આ રહી ઘઉં ના પાક ની સચોટ માહિતી
🌱હાલ માં તમે ઘઉંના પાકની વાવેતર ની તૈયારી કરતા હશો તો ચાલો જાણીયે કે જાણીએ કે જમીન તૈયાર કેવી રીતે કરવી, વાવણી સમય ,અંતર અને બીજ દર વિશે.. 🌱જમીન ની તૈયારી ઘંઉના પાકને કાળીથી મધ્યમ કાળી, ગોરાડુ, કાંપાળ, રાતી, કાંકરીયાળી, સારા નિતારવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. જમીનને દાંતી-રાપ કરીને વાવેતર માટે તૈયાર કરવી. ઘઉં માટે વધુ પડતી ઉંડી ખેડ કરવી નહીં, કારણ કે વધારે ઉંડી પાંહને કારણે ઘઉં પાછલી અવસ્થાએ ઢળી જવાની શકયતા રહે છે. 🌱ચોમાસુ પાકની કાપણી પછી ટ્રેકટરની દાંતી બે વાર અને રાંપ એક વાર ચલાવી આગલા પાકના જડીયા તથા મૂળીયા દૂર કરી, સમાર મારી, જમીન વાવણી માટે તૈયાર કરવી. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ 10-12 ટન છાણીયું ખાતર નાંખવું. 🌱ધઉંના પાકનો વાવણી સમય અને અંતર ખેડૂત મિત્રો ધઉંના પાકનો વાવેતર માટે જો સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન વાવણી કરવી હોય તો સારા વિકાસ માટે વાવણી 22.5 સેમીના અંતરે 5 થી 6 સેમીની ઊંડાઇએ કરવી અને મોડી વાવણી એટલે કે 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી કરવી હોય તો બે હાર વચ્ચે 18 સેમી અંતર રાખવું. 🌱બીજ દર ઘઉં ના પાકની સમયસર વાવણી માટે 50 કિલો પ્રતિ એકર તથા મોડી વાવણી માં 60 કિલો પ્રતિ એકર મુજબ બીજ વાપરવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
42
6