AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 75 % 25% રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે ! જાણો સંપૂર્ણ માહિતી
યોજના અને સબસીડીAgrostar
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 75 % 25% રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે ! જાણો સંપૂર્ણ માહિતી
સરકાર ખેડુતોની મદદ કરીને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. આ કાર્ય માટે સરકાર દ્વારા અનેક પ્રકારની કૃષિ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કૃષિ સિંચાઇ યોજના પણ ખેડૂતો માટેની ઘણી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના દ્વારા સંયુક્ત ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત, ખેડુતોને તેમના ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને સિંચાઇ ઉપકરણો માટેની સબસિડી આપવામાં આવે છે. શું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના? આજે પણ દેશમાં મોટાભાગના ખેડુતો ની ખેતી વરસાદ પર આધારિત છે. જો વરસાદ ઓછો થાય તો ખેડૂતો ને સમસ્યા નો સામનો કરવો પડે છે, ઘણી વખત ખેડુતોનું ભારે નુકસાન થાય છે અને તેઓને સારી ઉપજ મળતી નથી. તેને સુધારવા માટે કેન્દ્ર સરકારે વડા પ્રધાન કૃષિ સિંચાઇ યોજના શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ યોજનાનું લક્ષ્ય વધુને વધુ ખેડૂતોને લાભ પહોંચાડવાનું છે, જે માટે આ યોજના હેઠળ પાંચ વર્ષ માટે રૂ .50 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના ફાયદા : પાણીના અભાવે ખેતીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા વિસ્તારના ખેડુતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતો પાસે પોતાની ખેતીલાયક જમીન અને જળ સંસાધનો હોવા જોઈએ. આ યોજનામાં ખર્ચવામાં આવેલી રકમમાં કેન્દ્ર સરકાર દ્વારા 75% અને રાજ્ય સરકાર દ્વારા 25% ગ્રાન્ટ આપવામાં આવશે. જેનાથી ટપક / સ્પ્રિન્કલર જેવી સિંચાઇ યોજનાઓમાં પણ ખેડૂતોને લાભ થશે. તેમાં નવા ઉપકરણોને લીધે, 40-50 ટકા પાણીની બચત થશે. આ યોજનાનો લાભ ખેડુતોને પણ મળશે જેનાથી કૃષિ ઉત્પાદનમાં વધારાની સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો થશે.
સંદર્ભ : Agrostar. આપેલ યોજનાની માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
450
0
અન્ય લેખો