AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ યોજના અંતર્ગત કરો મફત ગેસ સિલિન્ડર માટે અરજી !
સમાચારGSTV
આ યોજના અંતર્ગત કરો મફત ગેસ સિલિન્ડર માટે અરજી !
👉 સરકારે ગરીબ લોકો સુધી એલપીજી સિલિન્ડર પહોંચાડવા માટે ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના ખૂબ જ સફળ રહી અને કરોડો પરિવારોએ આ યોજનાનો લાભ પણ લીધો. આ સફળતાથી પ્રેરાઈને સરકારે ઉજ્જવલા યોજના 2.0 શરૂ કરી. જે લોકો હજુ સુધી યોજનાનો લાભ લઈ શક્યા નથી તેમને ફરી એકવાર આ યોજનાનો લાભ લેવાની તક મળી રહી છે. 👉 આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. અરજી કરતી વખતે બીપીએલ કાર્ડ, સબસિડી મેળવવા માટે બેંકમાં બચત ખાતું, ઓળખ કાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જોઈએ. આ સિવાય એ પણ જરૂરી છે કે, આ મહિલાના નામ પર પહેલાથી કોઈ એલપીજી કનેક્શન ન હોય. 👉 ઉજ્જવલ યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા :જે મહિલા ગરીબીરેખા હેઠળ જીવે છે તે આ યોજનાનો લાભ લઇ શકે છે. આ માટે તેમણે એલપીજી વિતરક પાસે જઈને નવા ગેસ કનેક્શનના જોડાણ માટે અરજી કરવી પડશે. અરજી કરતી વખતે અરજદારે પોતાનું સરનામું, જનધન બેંક એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર જેવી માહિતી આપવી પડશે. 👉 એલપીજી અધિકારીઓ ઘરની સ્થિતિની પુષ્ટિ કરવા માટે એસઇસીસી – 2011 ડેટાબેઝ સાથે પૂરી પાડવામાં આવેલી માહિતીની તપાસ કરશે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા પોર્ટલમાં આ માહિતી દાખલ કરશે. ડિ-ડુપ્લિકેશન પ્રક્રિયા અને અન્ય યોગ્ય કાર્યવાહી OMC દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે. ઉપરોક્ત તમામ પગલાં પૂર્ણ કર્યા બાદ જ OMC એલપીજી કનેક્શન આપશે. આ કનેક્શનના પૈસાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. 👉 આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો : BPL રેશનકાર્ડ અધિકૃત BPL પ્રમાણપત્ર ચૂંટણી કાર્ડ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટો 👉 ફાયદા :ભારત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ગેસ કનેક્શન માટે રોકડ સહાય 14.2 કિલો સિલિન્ડર માટે 1600 રૂપિયા અને 5 કિલો સિલિન્ડર માટે 1150 રૂપિયા, પ્રેશર રેગ્યુલેટર માટે 150 રૂપિયા, એલપીજી નળી માટે 100 રૂપિયા, ઘરેલું ગેસ ઉપભોક્તા કાર્ડ માટે 25 રૂપિયા અને નિરીક્ષણ ફી 75 રૂપિયા ચુકવવામાં આવશે. 👉 વધુમાં, આ યોજનાના લાભાર્થીઓને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વ્યાજ મુક્ત લોનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ લોનમાં એલપીજી સ્ટોવ કે જેમાં 1 બર્નર સ્ટોવ માટે 565 રૂપિયા અને 2 બર્નર સ્ટોવ માટે 990 રૂપિયા અને કનેક્શન સમયે પ્રાપ્ત થયેલા પ્રથમ એલપીજી સિલિન્ડરની રિફિલ કિંમતનો સમાવેશ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
43
5
અન્ય લેખો