AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ યોજનામાં 4000 રૂપિયા મેળવવાનો છેલ્લો મોકો, આ કરવાનું ભૂલતા નહીં !
યોજના અને સબસીડીGSTV
આ યોજનામાં 4000 રૂપિયા મેળવવાનો છેલ્લો મોકો, આ કરવાનું ભૂલતા નહીં !
ખેડૂતોને 4000 રૂપિયા મળશે:- ખેડૂતો કે જેમણે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ 30 સપ્ટેમ્બર પહેલા પીએમ કિસાનમાં પોતાનુ રજીસ્ટ્રેશ કરાવશે તો 4000 રૂપિયા મેળવવાનો હકદાર રહેશે. કારણ કે હવે તમારી પાસે સતત 2 હપ્તા એટલે કે 4000 રૂપિયા મેળવવાની તક છે. આ હેઠળ, જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો તમને ઓક્ટોબર અથવા નવેમ્બરમાં 2000 રૂપિયા મળશે. આ પછી, ડિસેમ્બરમાં પણ તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ:- ✔️તમારા માટે બેંક ખાતા નંબર હોવો ફરજિયાત છે કારણ કે સરકાર ખેડૂતોને DBT દ્વારા નાણાં ટ્રાન્સફર કરે છે. ✔️તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ. ✔️તમારા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. ✔️તમારા ડોક્યુમેન્ટ PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરો. ✔️આધારને લિંક કરવા માટે, તમે Farmer Cornerના ઓપ્શન પર જાઓ અને એડિટ ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને અપડેટ કરો. ખેડૂતોને મળ્યા છે 9 હપ્તા:- તમને જણાવી દઈએ કે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 9 હપ્તા જારી કર્યા છે. પ્રથમ હપ્તા તરીકે, જ્યાં 2000 રૂપિયા 3,16,06,630 ખેડૂતોના ખાતામાં પહોંચ્યા હતા, અત્યાર સુધી 9 મા હપ્તામાં 9,90,95,145 ખેડૂતોને નાણાં મોકલવામાં આવ્યા છે. હવે 30 નવેમ્બર સુધી 9 મા હપ્તાના પૈસા બાકી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે પીએમ કિસાન યોજના 2018 માં શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજના એક જબરદસ્ત યોજના છે:- આ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂત પરિવારોને તેમના બેંક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ, 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માનની રકમ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
56
13
અન્ય લેખો