હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આ મહિનામાં હવામાનમાં અસ્થિરતાનું વધશે જોર!
🌦️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચાલુ મહિનામાં અને આગામી મહિના દરમિયાન હવામાનમાં અસ્થિરતા રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. દઝાડે તેવા ઉનાળાની સાથે માવઠાની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતોને મદદરુપ થાય તેવી માહિતી આપી છે. આંધી-વંટોળ સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે, અહીં તેમણે ઉનાળા દરમિયાન ગરમી અને તાપમાનની શું સ્થિતિ રહી શકે છે તે અંગે પણ માહિતી આપી છે.
🌦️પરેશ ગોસ્વામીએ એપ્રિલના મધ્યમાં ઉનાળા વચ્ચે માવઠાનો માહોલ ઉભો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો મારો શરુ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. 16 એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઊંચું જવાની આગાહી કરવામાં આવી રહી છે. એપ્રિલના અંતમાં ભયંકર ગરમી પડવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે.
🌦️હવામાન નિષ્ણાત જણાવે છે કે, 21થી 30 એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ છે. આ તારીખો દરમિયાન આકરો તાપ પડવાની આગાહી કરાઈ છે, જેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર જાય તેવી શક્યતાઓ છે.
🌦️એપ્રિલ મહિના દરમિયાન આકરી ગરમી રહેવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ કહે છે કે, પાછલા વર્ષે ગરમીનું જોર ઓછું હતું, આ વર્ષે શિયાળો નબળો રહ્યો છે, શિયાળો સામાન્ય કરતા વધારે ગરમ જોવા મળ્યો છે. પરંતુ હવે ઉનાળામાં હીટવેવના આકરા રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે.
🌦️મે મહિના દરમિયાન અમુક દિવસો દરમિયાન આકરી ગરમી અને તે પછી પ્રી-મોન્સુન એક્ટિવિટી રહેવાની શક્યતાઓ છે. આ વર્ષે મેમાં દર વર્ષની સરખામણીમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી વધુ જોવા મળશે. અલનીનોની અસર પણ હવામાન પર જોવા મળી રહી છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..