AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ભૂલ સુધારી લો નહીંતર તમારો પણ હપ્તો અટકી જશે !
યોજના અને સબસીડીGSTV
આ ભૂલ સુધારી લો નહીંતર તમારો પણ હપ્તો અટકી જશે !
🟥 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના નો 9 મો હપ્તો જમા થવાની તૈયારીમાં છે. પરંતુ હજુ પણ લાખો ખેડૂતો એવા છે જેમને 8મા હપ્તાના પૈસા નથી મળ્યાં. આ ઉપરાંત એવા ખેડૂતોની સંખ્યા પણ મોટી છે જેમને મહિનાઓથી પીએમ કિસાન સમ્માન નિધિના હપ્તાની રકમ નથી મળી. પીએમ કિસાન સમ્માન નિધિના ઓફિશિયલ પોર્ટલ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર એપ્રિલ 2020થી અત્યાર સુધી 27 લાખથી વધુ ખેડૂતોનું પેમેન્ટ ફેલ થઇ ચુક્યું છે. એટલે કે તેમના ખાતામાં યોજનાના રૂપિયા નથી પહોંચ્યા. 🟥 આ તે ખેડૂતો છે જેના માટે સરકારે પૈસા તો જારી કર્યા પરંતુ ખાતામાં કોઇ ભૂલના કારણે હપ્તાની રકમ તેમના ખાતામાં પહોંચી નથી શકી. સરકારી આંકડા અનુસાર એપ્રિલ 2020થી અત્યાર સુધી રાજ્ય સરકારોએ આશરે 2 કરોડ ટ્રાન્જેક્શન રોકી રાખ્યા છે. સરકાર સતત પીએમ કિસાન નિધિના લાભાર્થીઓના એકાઉન્ટને લગતી જાણકારી સુધારવામાં લાગી છે. અમે તમને જણાવી રહ્યાં છીએ પીએમ કિસાન નિધિને લગતાં આંકડા અને તે ભૂલો વિશે જેના કારણે ખેડૂતોનું પેમેન્ટ અટકી ગયું છે. કિસાન સમ્માન નિધિ : એપ્રિલથી 21 જુલાઇ વચ્ચે એટલે કે આઠમાં હપ્તાના આંકડા કુલ લાભાર્થીઓની સંખ્યા- 12,08,99,452 એફટીઓ જનરેટેડ- 10,47,63,561 કેટલા ખેડૂતોને મળી રકમ- 10,37,01,193 પેન્ડિંગ પેમેન્ટ- 3,71,056 ફેલ થઇ ચુકેલા પેમેન્ટની સંખ્યા- 6,91,૩૧૨ કિસાન સમ્માન નિધિ : એપ્રિલ 2020થી અત્યાર સુધી 27 લાખ ટ્રાન્જેક્શન ફેલ રાજ્ય સરકારો દ્વારા રોકવામાં આવેલુ પેમેન્ટ- 1,95,25,209 રદ્દ કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની સંખ્યા- 58,88,441 ફેલ થઇ ચુકેલા ટ્રાન્જેક્શનની સંખ્યા- 27,49,૫૯૮ કિસાન સમ્માન નિધિ : હપ્તો અટકવા અથવા પેમેન્ટ ફેલ થવા પાછળ અનેક કારણો રજીસ્ટ્રેશન સમયે નામનો સ્પેલિંગ ખોટો લખવામાં આવ્યો હોય બેંકમાં રજીસ્ટર્ડ નામ સાથે નામ મેચ ન થતું હોય બેંક ડિટેલ્સની ખોટી જાણકારી એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ ખોટો હોવો આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશનના નામમાં ફરક હોવા પર તમારા ખાતામાં આવનારી પેમેન્ટ ફેલ થઇ જાય છે. 🟥 ઘરે બેઠા કરાવો રજીસ્ટ્રેશન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે કોઇ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. સરકારે યોજનાને લગતા પોર્ટલ પર જ ઓનલાઇન રજીસ્ટ્રેશનો વિકલ્પ આપ્યો છે. એટલે કે હવે ખેડૂતોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ક્ષેત્રીય અધિકારી અને કૃષિ અધિકારીની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. જો તમારી પાસે અહીં જણાવેલા ડોક્યુમેન્ટ્સ છે તો તમે જાતે જ ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર્સ કોર્નરના પહેલા ઓપ્શન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
4
અન્ય લેખો