AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ભાગોમાંથી ચોમાસાએ લીધી વિદાય
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આ ભાગોમાંથી ચોમાસાએ લીધી વિદાય
🌦️ચોમાસુને લઇ હવામાન વિભાગે મોટી સૂચના આપતા જણાવ્યું કે, આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન રહે છે જયારે રાતનું તાપમાન નીચું જાય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાને લઈ મોટી સૂચના આપી કે, આગામી એકાદ દિવસમાં ચોમાસું વિદાય લેશે. જોકે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે શક્યતા ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. 🌦️વડોદરાથી પોરબંદર સુધી ચોમાસએ વિદાય લીધી છે. આગામી દિવસમાં ચોમાસુ વિદાય લેવા માટે સાનુકૂળ વાતાવરણ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન નોર્મલ રહેશે. હાલ ઓક્ટોબરમાં દિવસનું તાપમાન ઊંચું રહે છે. જ્યારે રાતનું તાપમાન નીચું જાય છે. બપોરે ગરમી અને સાંજે અને સવારે ઠંડક રહે છે. સૂર્યની દિશા બદલવાનો લઈને બેવડું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત શક્યતા છે. 🌦️ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલનીનોની અસરના કારણે ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજ વાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ-નીનોના કારણે સમગ્ર અસર છે. નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે. 🌦️ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
12
2
અન્ય લેખો