AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ બેંક ફ્રીમાં આપી રહી છે 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેવો લાભ !
સમાચારGSTV
આ બેંક ફ્રીમાં આપી રહી છે 2 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેવો લાભ !
👉 જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો, તો આ તમારા માટે કામના સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત વીમો આપી રહી છે. ખરેખર, બેંક જન ધન ખાતાના ખાતાધારકોને આ સુવિધા આપી રહી છે. SBI રૂપે ડેબિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનું મફત આકસ્મિક વીમા કવર પ્રદાન કરે છે. 👉 આ યોજના ફાઇનાન્શિયલ સર્વિસ, બેંકિંગ બચત અને જમા ખાતા, ધિરાણ, વીમા, પેન્શન આર્થિક રીતે નબળા વર્ગને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરે છે. કોઈપણ વ્યક્તિ કેવાયસી દસ્તાવેજ આપી કરીને જનધન ખાતું ઓનલાઇન ખોલી શકે છે. ટ્રાન્સફર કરવાનો વિકલ્પ : 👉 જેમની પાસે જન ધન એકાઉન્ટ છે, તેઓ બેંકમાંથી રૂપે પીએમજેડીવાય કાર્ડ મેળવે છે. રૂ. 2 લાખ સુધીનો આકસ્મિક કવર લાભ 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા રૂપે કાર્ડ પર મળશે. કેવી રીતે કરશો ક્લેમ 👉 ચાલો તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળની પર્સનલ એક્સિડેંટલ પોલીસીમાં ભારતની બહારની ઘટનાને પણ આવરી લેવામાં આવી છે. જરૂરી દસ્તાવેજો રજૂ કરવાથી ભારતીય રૂપિયામાં વીમા રકમ ચૂકવવામાં આવશે. કોર્ટના હુકમ મુજબ લાભાર્થી કાર્ડધારક અથવા કાનૂની વારસદારના ખાતામાં નોમિની બની શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ 👉 તમારા ક્લેમના ફોર્મ પર સહી કરો અને તેને પૂરુ ભરો. 👉 મૃત્યુ પ્રમાણપત્રની મૂળ અથવા પ્રમાણિત નકલ. 👉 અકસ્માતની વિગતો આપતી એફઆઈઆરની મૂળ અથવા પ્રમાણિત નકલ. 👉 પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને કેમિકલ એનાલિસિસ તેમજ એફએસએલ રિપોર્ટની જરૂર પડશે. જ્યાં લાગુ પડે ત્યાં કેમિકલ એનાલિસિસ / એફએસએલ રિપોર્ટ સાથે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની મૂળ અથવા પ્રમાણિત નકલ. 👉 આધારકાર્ડની નકલ અને કાર્ડધારક પર નોમિનીનું નામ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
8