AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ બેંકે નવી સુવિધા શરૂ કરી, SMSથી આ 5 મોટા કામ કરવા થયા સરળ !
કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
આ બેંકે નવી સુવિધા શરૂ કરી, SMSથી આ 5 મોટા કામ કરવા થયા સરળ !
કોરોના રોગચાળામાં લોકોને વારંવાર બેંકમાં આવતા અટકાવવા માટે પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકો માટે એક વિશેષ સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં તમે તમારા બધા કામ ફક્ત SMSથી કરી શકશો. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી બેંકને મેસેજ કરવો પડશે અને તમને બધી વિગતો મોબાઇલ પરથી જ મળી જશે. આ સેવાનો લાભ લેવા માટે તમારો મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે. કંઈ-કંઈ સુવિધા મેળવી શકશો આ સુવિધા હેઠળ બેલેન્સ જાણવા, મિનિ સ્ટેટમેન્ટ, ફંડ ટ્રાન્સફર, ચેક સ્ટેટસ અને ચેક પેમેન્ટ રોકવા સહિતના ઘણા કામો ઘરે બેસી કરી શકશો. આ સુવિધા તમે "PNB PROD" લખીને 5607040 નંબર પર SMS કરીને જાણી શકો છો. આ નંબર પર મેસેજ કરતાં જ તમને સર્વિસની તમામ યાદી મળી જશે. આ સર્વિસ હેઠળ 1 દિવસમાં વધુમાં વધુ 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. મેસેજ કયા નંબર પર કરવાનો બેંકની આ સુવિધા હેઠળ તમને તમામ ટ્રાન્ઝેક્શનના એલર્ટ મેસેજ દ્વારા મળી જશે. SMS બેંકિંગનો ઉપયોગ કરવા માટે બેંક તરફથી જણાવેલા ફોર્મેટમાં બેંકને 5607040 નંબર પર મેસેજ કરવાનો રહેશે. તો જાણીએ કંઈ સુવિધા માટે કેવા ફોર્મેટમાં કરવો પડશે મેસેજ.... બેલેન્સ જાણવા માટે • BAL /space/ 16 digit Account Number • દા.તા. : BAL 015300XXXXXXXXXX મિનિ સ્ટેટમેન્ટ જાણવા માટે • MINSTMT /space/ 16 digit Account Number • દા.ત. : MINSTMT 015300XXXXXXXXXX ફંડ ટ્રાન્સફર કરવા માટે • SLFTRF /space/ FROM A/C /space/ TO A/C /space/ AMOUNT • દા.ત. : SLFTRF 015300YYYYYYYYYY 015300XXXXXXXXXX 100 ચેકનું સ્ટેટસ જાણવા માટે • CHQINQ /space/ CHEQUE NUMBER /space/ 16 digit Account Number • દા.ત. : CHQINQ 123456 015300XXXXXXXXXX
12
3
અન્ય લેખો