કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
આ ફ્રૂટની ખેતી કરી કમાઈ શકો છો લાખો રૂપિયા
🌵ભારતમાં વર્ષોથી બાગાયતી ખેતી કરવામાં આવી રહી છે અને હાલની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડ્રેગનફ્રુટની ખેતીનું વલણ વધ્યું છે. જો કોઈ ખેડૂત ડ્રેગનફ્રુટની ખેતી કરવા માંગે છે તો તેણે થોડુ રોકાણ કરવું પડશે. ડ્રેગનફુટની ખેતી માટે નજીવા રોકાણથી લાખોની કમાણી કરી શકાય છે.
🌵ડ્રેગન ફ્રુટની એક વાર વાવણી કર્યા બાદ આ લગભગ 8થી 10 વર્ષ સુધી આસાનીથી ચાલે છે. તેમાં ઓછી પાણી આપીને કોઈ પણ જળવાયુંમાં ઉગાડી શકાય છે.
🌵ડ્રેગન ફ્રુટની ખેતી 5 ફુટના અંતરે થાય છે. તેને કોઈ પણ જળવાયુમાં આસાનીથી ઉગાડી શકાય છે અને તે 12થી 18 મહિનામાં તૈયાર થઈ જાય છે.
🌵ડ્રેગન ફ્રુટની માર્કેટમાં સારી એવી ડિમાન્ડ હોવાની સાથે સાથે માર્કેટમાં તેનું સારુ એવું વેચાણ પણ થાય છે. તેના ભાવ પણ સારામાં સારા મળે છે. કારણ કે તેના હેલ્થ બેનિફિટ પણ ઘણા છે. આ ફ્રુટની ખેતીમાં વચ્ચે શાકભાજી પણ ઉગાડી શકાય છે. જેનાથી તમને ડબલ નફો થશે.
🌵ડ્રેગનફ્રુટની ખેતી પાછળ થતો ખર્ચ
ડ્રેગનફ્રુટની ખેતી કરવામાં પણ વધુ રોકાણની જરૂર નથી.
તેનાં વાવેતર માટે રોપા, કોંક્રીટનાં થાંભલા અને મોટરસાઇકલનાં જુના ટાયરની જરૂર પડે છે.
1 એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવી હોય તો પ્રતિ રોપા રૂ.50 લેખે 1800 રોપાનો ખર્ચ 90,000 રૂપિયા.
કોંક્રિટનાં થાંભલા 450 પ્રતિ થાંભલા લેખે 175રૂ. લેખે ખર્ચ 65,250 રૂપિયા.
થાંભલા પર લગાવવાના 450 જૂના ટાયર કે રીંગનો ખર્ચ પ્રતિ ટાયર 100 રૂપિયા લેખે 45,000 રૂપિયા.
થાંભલા લગાવવાની મજૂરી 1,000 રૂપિયા અને રોપાને થાંભલા સાથે બાંધવાની દોરીનો ખર્ચ 1,000 રૂપિયા.
વર્ષ દરમિયાન છાણીયા ખાતરનો ખર્ચ 10,000 રૂપિયા થાય છે.
ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ નાખવી હોય તો તેનો ખર્ચ 35,000 જેટલો આવે છે તેમાં સરકારી સબસીડીનો પણ લાભ મળી શકે છે.
🌵ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન
પ્રતિ રોપા પહેલો ઉતારો 2 કિલો, બીજો ઉતારો 10 કિલો, ત્રીજો ઉતારો 30થી 40 કિલો અને ચોથા વર્ષે 40થી 50 કિલો ઉત્પાદન મળે છે.
1 એકરમાં પહેલો ઉતારો 2 કિલો પ્રતિ 1800 રોપા એટલે 3600 કિલોગ્રામ ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 20 લાખની આવક મળે.
બીજો ઉતારો 10 કિલો પ્રતિ 1800 રોપા એટલે 18,000 કિલો ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 60 લાખની આવક મળે છે.
🌵ડ્રેગન ફ્રુટની ખેતી કરનારા ખેડૂતોને ઉદ્યાન વિભાગમાં આવીને પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આસાન અને ઓછા સમયમાં ખેડૂતો 30 ટકાની સબ્સિડી લઈ શકશે. આ સરકારની કલ્યાણકારી યોજના છે. જેનાથી ખેડૂતોને આવક ડબલ થઈ શકે છે. ઓછી જમીનવાળા ખેડૂતો તેને આસાનીથી ઉગાડી શકે છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!