AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ફૂલની ખેતી કરીને દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા !
ફૂલ-પાકોGSTV
આ ફૂલની ખેતી કરીને દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા !
🌼 આ ખેતીમાં દર વર્ષે સામાન્ય રકમ લગાવીને તમે 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેના માટે તમારી પાસે 1 હેક્ટર જેટલી જમીન હોવી જોઈએ. તમે લગ્ન પ્રસંગો તહેવારો સહીત તમામ ધાર્મિક પ્રસંગોમાં, ફૂલ સજાવટ માટે તો કામમાં આવે છે સાથે સાથે તેમાં વિરમીન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે. તો તેના રસનો ઉપયોગ ત્વચા સાથે જોડાયેલ અને સમસ્યાઓમાં સારવાર માટે પણ કામ આવે છે. 🌼 કેન્સર અને હૃદય રોગમાં પણ થાય છે ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ ગલગોટાના ફૂલનો રસનો ઉપયોગ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોકને રોકવા માટે મદદરૂપ સાબિત થાય છે. આ ફૂલ માંથી અત્તર અને અગરબત્તી પણ બનાવવામાં આવે છે. જો તમારી પાસે એક એકર ખેતી લાયક જમીન છે તો તમે દર વર્ષે 5 થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. 🌼 એક એકર ખેતરમાં દર અઠવાડિયે 3 કવિન્ટલ સુધી ફૂલનું ઉત્પાદન થાય છે. ઓપન માર્કેટમાં આ ફૂલની કિંમત 70 રૂપિયા કિલો સુધીની મળે છે એટલે દર વર્ષે 20 હજાર રૂપિયા સુધીની આવક થઇ શકે છે. જણાવી દઈએ કે દર વર્ષે ગલગોટાના ફૂલની ખેતી ત્રણવાર કરી શકાય છે. એક વખત લગાવ્યા પછી 2 વર્ષ સુધી ફૂલનું ઉત્પાદન થાય છે. એક એકર જમીનમાં દર વર્ષે લગભગ 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. 🌼 એક હેક્ટરમાં 1 કિલો બીજની પડે છે જરૂર એક હેક્ટરના ખેતરમાં ગલગોટાની ખેતી માટે 1 કિલો બીજની જરૂર પડે છે. આ બીજથી ગલગોટાના ફૂલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ગલગોટાના છોડ ચાર પાંદડા વાળા થાય ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે. લગભગ ૩૫ થી 40 આવવા લાગે છે. સારા ઉત્પાદન માટે પહેલી કળીને લગભગ 2 ઇંચ નીચેથી જ તોડી લેવી જોઈએ તેમ માનવામાં આવે છે. ગલગોટાના છોડ પર એક સાથે ઘણી બધી કળીઓ આવે છે. જણાવી દઈએ કે પહેલા શિયાળામાં ગલગોટાનું ઉત્પાદન કરવું અઘરું હતું. પરંતુ હવે બાગબાની વિભાગ બિનઋતુગત ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોની મદદ કરી રહ્યું છે. 🌼 શિયાળામાં ઠંડી અને પશુઓથી બચાવવા જરૂરી ગલગોટાના ફૂલને શિયાળામાં અતિશય ઠંડીથી બચાવવા પડે છે. ગલગોટાના ફૂલની મુખ્ય જાતો બોલેરો, બ્રાઉન સ્કાઉટ, બટરસ્કોચ, સ્ટાર ઓફ ઇન્ડિયા, યલો ક્રાઉન, રેડ હેડ, બટરવાલ અને ગોલ્ડન જેમ છે. કેટલાંક ખેડૂતો એક વર્ષમાં ગલગોટાનું 4 વખત સુધીનું ઉત્પાદન મેળવી લેતા હોય છે. આ ખેડૂતો વર્ષમાં ચાર વખત બીજ નાખે છે. સામાન્યરીતે ગલગોટાના છોડ રોપણીના 40 દિવસની અંદર ફૂલ આવવાના શરૂ થઇ જાય છે. આ ફૂલોને સારી રીતે વિકસિત થયા બાદ છોડ પરથી તોડવા જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : GSTV 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
82
17