સલાહકાર લેખવ્યાપાર સમાચાર
આ નાનકડું ડિવાઇસ ચોર ને તમારી કારથી રાખશે દૂર, જાણો શું છે?
કારની ચોરીની ઘટના દિવસે દિવસે વધી રહી છે. જો તમારી પાસે પણ કાર છે, તો તમારે આવા બનાવો ટાળવા માટે કેટલીક બાબતોની કાળજી લેવાની જરૂર છે. જ્યારે કાર ચોરી થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ આવે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી કાર ચોરોથી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ ધ્યાનમાં લો. ચાલો કારની ચોરીને ટાળવા માટે ટીપ્સ જાણીએ : તમારી કારમાં લોક, ગિયર લૉક, ઇગ્નીશન લોક, ડિક્કી લોક, એક્સ્ટ્રા ડોર લોક જેવા ડિવાઇસ લગાવો. આ ડિવાઇસ સસ્તામાં મળી જાય છે. એની વિશેષતા એ પણ છે કે, તેને સરળતાથી લોક અને અનલોક કરી શકાય છે અને ઇન્સ્ટોલ કરવાનું પણ સરળ છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, જે ગાડીઓમાં ગિયર અને સ્ટેયરીંગ લોક હોય છે તેને ચોર હાથ લગાવતા નથી. કારણ કે, આ ડિવાઇસને ખોલવામાં કે તોડવામાં વધારે સમય લાગે છે. જેનાથી ચોર પકડાઈ શકે છે. આજે આપણે અહિં ગિયર લોકની વિસ્તૃત વાત કરીશું. ગિયર લોક આજકાલની અદ્યતન ટેક્નોલોજી છતાં ચોર કાર ચોરીમાં ફાવી જાય છે. પરંતુ હવે જો તમારી કારમાં ડબલ લોક મળી આવશે તો કદાચ ચોર પણ ચક્કર ખાઈ જશે કે કાર તો મળી પણ ચલાવવી કેવી રીતે. ગિયર લોક કારને વધુ સેફ બનાવે છે. આ લોકની ખાસ વાત એ છે કે તે ખૂબ જ નાનું અને સસ્તું હોય છે. તેમજ, તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. કેટલું સુરક્ષિત? તમે વિચારશો કે આટલું નાનું ગિયર લોક કેટલું સેફ છે તો, મેન્યુઅલ અને ઓટોમેટિક બંને પ્રકારના ગિયરબોક્સમાં કામ કરે છે. હેચબેકથી લઇને દરેક ગાડીમાં આ લોક યુઝ કરી શકાય છે. આ લોક એટલું મજબૂત હોય છે કે તે સરળતાથી તૂટી શકતું નથી અને તેને કાપી પણ શકતું નથી. કઈ રીતે કામ કરે છે? આ લોકમાં એક સંપૂર્ણ કીટ આવે છે, જેને ગિયરબોક્સ પર ફીટ કરવામાં આવે છે. કીટમાં એક હેન્ડલ આપવામાં આવ્યું હોય છે, જેને ગિયરમાં ભરાવીને કીટ સાથે લોક કરી દેવામાં આવે છે. એટલે કે જો કોઈ ચોર કમારી કારનું ગેટ લોક તોડીને અંદર આવી જાય અને કાર સ્ટાર્ટ પણ કરી તેમ છતાં તે ગિયર નહીં બદલી શકે. એટલે કે કાર આગળ નહીં વધે. નજીવી કિંમત 299માં જ મળી રહે છે: ગિયર લોક કારના ગિયર લોકની કિંમત ઓનલાઇન ફક્ત 299 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ ક્વોલિટી અનુસાર, તેની કિંમત 3,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. તમે તેને સમાન કિંમતે ઓફલાઇન માર્કેટમાંથી પણ ખરીદી શકો છો.દરેક ખેડૂતો ની માંગ હતી કે દિવસે વીજળી એટલે કે લાઈટ આપવામાં આવે જેથી રાત્રી ઉજાગરો, અંધારા માં આકસ્મિક બનાવ બનતા હતા. તો આવા ખેડૂતોના પ્રશ્નો ને ધ્યાનમાં રાખીને સરકારે નવી યોજના દિનકર યોજના થકી દિવસે લાઈટ આપવાનું નક્કી કર્યું છે. આ યોજનાની વધુ માહિતી ને જુઓ આ વિડીયો.
સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
5
અન્ય લેખો