AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ દસ્તાવેજ વિના નહીં મળે પીએમ કિસાનનો આગામી હપ્તો !
કૃષિ વાર્તાGSTV
આ દસ્તાવેજ વિના નહીં મળે પીએમ કિસાનનો આગામી હપ્તો !
👨‍🌾 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે આ દસ્તાવેજ પીએમ કિસાનની નોંધણી માટે ફરજિયાત કરવામાં આવ્યો છે. રેશનકાર્ડ નંબર આવ્યા બાદ જ પતિ કે પત્ની અથવા તે પરિવારના કોઈપણ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે. 💸 આપવાના રહેશે આ દસ્તાવેજ: 📢 પ્રથમ વખત નોંધણી કરાવો છો, તો અરજદારે રાશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે. 📢 હવે જમીની દસ્તાવેજ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવાની સુવિધા દૂર કરવામાં આવી છે. 📢 દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. 💸 ઓનલાઈન આ રીતે ચેક કરી શકો છો તમારું નામ: 📢 યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું અને હોમ પેજ પર ફાર્મર કોર્નર ક્લિક કરવું. 📢 ફાર્મર કોર્નરમાં લાભાર્થી યાદીની લિંક પર ક્લિક કરો. 📢 આ પ્રક્રિયા પછી, રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરવાની રહેશે. 📢 બધી માહિતી ભર્યા પછી, તમે Get Report પર ક્લિક કરશો કે તરત જ સંપૂર્ણ યાદી આવી જશે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
6
અન્ય લેખો