AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ તારીખથી ચોમાસુ બેસી જશે, અહીંયા વરસશે સારો વરસાદ !!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આ તારીખથી ચોમાસુ બેસી જશે, અહીંયા વરસશે સારો વરસાદ !!
🌦 રાજ્યમાં હવે ચોમાસું નજીક આવવાના એંધાણ વચ્ચે આણંદની કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે ચોમાસાને લઇને મોટી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું સક્રિય થશે. એમાંય આ વર્ષે ચરોતરમાં ચોમાસું સારુ થશે. કારણ કે, રાજ્યમાં છેલ્લાં 4 વર્ષથી ચરોતરમાં 100% વરસાદ વરસ્યો છે. આ વર્ષે વાવણીલાયક વરસાદ થશે: હવામાન વિભાગ 🌦 બીજી બાજુ હવામાન વિભાગે પણ વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે, 'આ વર્ષે વાવણીલાયક વરસાદ થશે. ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે તેમ આગાહી કરવામાં આવી છે. કેરળમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવું વાતાવરણ હજી જોવા મળ્યું નથી. પરંતુ આગાહી મુજબ 15 જૂનથી વરસાદ આવી શકે છે. 🌦 હવામાન વિભાગ દ્વારા કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયું છે. સંદર્ભ : એગ્રોસ્ટાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
92
15