પશુપાલનTV9 ગુજરાતી
આ ડેરીએ જાહેર કર્યું બોનસ ! લાખો પશુપાલકો ને થશે ફાયદો ! શું તમને ફાયદો થશે ?
સુમુલ ડેરીની બેઠકમાં પશુપાલકોને કિલોફેટે 86 રૂપિયા બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી કુલ 227 કરોડ જેટલી રકમ સુમુલના પશુપાલકોને ચુકવવામાં આવશે. પશુપાલકોને કિલોફેટે 86 રૂપિયા બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી કુલ 227 કરોડ જેટલી રકમ સુમુલના પશુપાલકોને ચુકવવામાં આવશે. દૂધ મંડળીઓના ખાતામાં 4 જૂને 227 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવવામાં આવશે. કોરોનાના સમયમાં પશુપાલકોને આર્થિક રીતે પગભર થવા માટે આ રકમ ઉપયોગી નીવડશે. ગત વર્ષે પણ પ્રતિ કિલો ફેટ 85 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ વર્ષે પ્રતિ કિલો ફેટ 86 રૂપિયા આપવાનું ઠરાવવામાં આવ્યું છે. કોરોના અને લોકડાઉનના સમયમાં પશુપાલકોએ ઘણું નુકશાન વેઠયું છે. પણ હવે જ્યારે આ બોનસની જાહેરાત કરવામાં આવી છે તેનાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને તેનો ફાયદો મળશે. વર્ષ 2019 માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 80, 2020 માં પ્રતિકીલો ફેટ 85 અને હવે 2021 માં પ્રતિકિલો ફેટ 86 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
10
સંબંધિત લેખ