કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
આ ઝાડથી થાય છે રુપિયાનો વરસાદ
🌳આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવીશું, જેમાં નુક્શાનની કોઇ સંભાવના નથી. જોકે, થોડો સમય લાગશે પરંતુ આ બિઝનેસ દ્વારા તમને કરોડપતિ બનવાથી કોઇ રોકી નહીં શકે. આ બિઝનેસ તમને માલામાલ કરી શકે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ મહોગનીની ખેતી વિશે.
કેવું હોય છે મહોગીનીનું વૃક્ષ? -
🌳મહોગીનીનું લાકડું મજબૂત હોય છે અને ખૂબ જ લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે. આ લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે. તેના પર પાણીથી પણ કોઇ નુક્શાન થતું નથી. આ વૃક્ષ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે અને પાણી ન હોય તો પણ સતત વધતું રહે છે. મહોગીનીનું લાકડું 2000 રૂપિયા પ્રતિ ઘન ફૂટના રેટમાં વેચાય છે. તેનું એક વૃક્ષ 40,000-50,000નું હોય છે. મહોગનીની ખેતી તમે બે રીતે કરી શકો છો. એક ખેતરોની શેઢા પર અને બીજી આખા ખેતરમાં વૃક્ષોની રોપણી કરાવીને કરી શકો છો.
કેવી જગ્યાએ ઉગે છે મહોગીનીના વૃક્ષ -
🌳જ્યાં ખૂબ જ વધારે પવન ન હોય ત્યાં મહોગીનીના વૃક્ષોને સરળતાથી ઉગાડી શકાય છે. કારણ કે તેના વૃક્ષો 40થી 200 ફૂટ સુધી લાંબા હોય છે. ભારતમાં આ વૃક્ષો માત્ર 60 ફૂટની લંબાઇ સુધીના જ હોય છે. આ વૃક્ષના મૂળ વધારે ઉંડા નથી હોતા અને ભારતમાં પહાડી વિસ્તારોને બાદ કરતા ગમે ત્યાં તેને વાવી શકાય છે. આ વૃક્ષને કોઇ પણ ઉપજાઉ માટીમાં ઉગાડી શકાય છે, પરંતુ જે જમીનમાં પાણી ભરાતું હોય ત્યાં તેને ક્યારેય ન લગાવશો અને ન તો પથ્થરવાળી માટીમાં લગાવશો. જે માટીનું પીએચ લેવલ સામાન્ય હોય ત્યાં જ આ વૃક્ષની ખેતી કરવી જોઇએ.
મહોગીનીના વૃક્ષનો ઉપયોગ
🌳મહોગીનીના વૃક્ષને ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. તે ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. તેના પર પાણીની પણ કોઇ અસર થતી નથી. તેથી તેનો ઉપયોગ જહાજ, ફર્નિચર, પ્લાઇવૂડ, ડેકોરેશનની વસ્તુઓ અને મૂર્તિઓ બનાવવામાં વ્યાપકપણે થાય છે. આ સાથે જ મહોગનીના પાનનો ઉપયોગ કેન્સર, બીપી, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક પ્રકારના રોગોમાં થાય છે.
કેટલી થશે કમાણી?
🌳આ વૃક્ષ પાંચ વર્ષમાં એક વખત બીજ આપે છે. તેના એક વૃક્ષમાંથી પાંચ કિલો સુધી બીજ કાઢી શકાય છે. આ બીજની કિંમત ખૂબ જ વધારે હોય છે અને તે એક હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. જો જથ્થાબંધની વાત કરીએ તો 2000થી 2200 રૂપિયા પ્રતિ ઘનફૂટમાં લાકડું સરળતાથી મળી રહે છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!