નઈ ખેતી, નયા કિસાનAgrostar
આ ચાર પાક નફો અપાવે દમદાર સાથે સરકાર પણ આપે છે પ્રોત્સાહન !
પરંપરાગત પાકની સાથે નવા પાકના વાવેતરને પણ બહોળા પ્રમાણમાં પ્રોત્સાહિત કરી રહી છે. વધારેમાં વધારે ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ ખેડૂતો સુધી પહોંચીને ઉપયીગી માહિતી આપી રહી છે.
સરગવો
સરગવાની સિંગને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે. સરગવાની સિંગનો ઉપયોગ શાક અને દવાઓ બનાવવા માટે થાય છે. સરગવામાં અનેક ઔષધીય ગુણ છે. ભારતના મોટાભાગના ભાગોમાં, તેની ખેતી સરળતાથી કરી શકાય છે. એકવાર તમે છોડ રોપશો, તો તમે તેનાથી ઘણા વર્ષો સુધી તેમાંથી નફો મેળવી શકો છો. સરગવાના પાંદડા, છાલ અને મૂળ આયુર્વેદમાં પણ વપરાય છે. 90 પ્રકારના મલ્ટી વિટામિન્સ, 45 પ્રકારના એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણધર્મો અને 17 પ્રકારના એમિનો એસિડ્સ સાથે સરગવા (ડ્રમસ્ટિક)ની માંગ સતત રહે છે. સૌથી અગત્યની બાબત એ છે કે તેની ખેતીમાં ખર્ચ નહિવત્ છે.
લેમનગ્રાસ
લેમનગ્રાસને બોલચાલની ભાષામાં લીંબુ ઘાસ કહેવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક નામ સિમ્બેપોગન ફ્લસ્કૂઓસસ છે. લેમનગ્રાસનું વાવેતર કરતા ખેડુતો જણાવે છે કે તેની પર કુદરતી આપત્તિની અસર થતી નથી તેમજ પ્રાણીઓ પણ તેને ખાતા નથી, એટલે લેમન ગ્રાસની ખેતી એકદમ જોખમ મુક્ત છે. પરિણામે ઘણા વિસ્તારોમાં ખેડૂતો લેમનગ્રાસની વાવણી કરે છે. લેમનગ્રાસ વાવણી કર્યા બાદ તેનું ફક્ત એક જ વાર નીંદણ કરવું પડે છે અને સિંચાઈ પણ વર્ષમાં માત્ર 4થી 5 વખત જ કરવી પડે છે. આ ખેડુતો માટે મોટી બાબત ગણાય. લેમનગ્રાસનો ઉપયોગ અત્તર, બ્યુટી આઈટમ્સ અને સાબુ બનાવવામાં પણ થાય છે. વિટામિન એ અને સિન્ટ્રાલના વધુ પ્રમાણને લીધે, હંમેશા ભારતીય લેમનગ્રાસ તેલની માંગ રહે છે
અશ્વગંધા
અશ્વગંધા એક ઝાડીદાર છોડ છે. તેના ફળ, બીજ અને છાલનો ઉપયોગ વિવિધ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. અશ્વગંધાના મૂળમાંથી અશ્વ એટલે કે ઘોડાની સુગંધ આવે છે. તેથી જ તેને અશ્વગંધા કહેવામાં આવે છે. તમામ ઔષધિઓમાં અશ્વગંધા સૌથી પ્રખ્યાત છે. તણાવ અને ચિંતા દૂર કરવામાં અશ્વગંધાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. અશ્વગંધાનો પાઉડર માર્કેટમાં સરળતાથી મળી રહે છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એવા અશ્વગંધાના પાકથી ખેડુતોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને અશ્વગંધાના પાકના ખર્ચ કરતા અનેકગણી ઉપજ થતી હોવાને કારણે તેને કેશ કોર્પ એટલે કે રોકડીયો પાક પણ કહેવામાં આવે છે.
શતાવરી
સતાવર અથવા શતાવરીની ખેતીથી ખેડુતો ખૂબ સારી આવક મેળવી રહ્યા હોવાનું જાણવા મળે છે. સતાવરની એક એકરમાં ખેતી કરીને ખેડુતો 5થી 6 લાખ રૂપિયા સુધીની આવક કરી રહ્યા છે. શતાવરી નો પાક ખેડૂતોના ફાયદાનું સાધન બની ગયું છે. શતાવરીનો છોડ એ એક વનસ્પતિ પણ છે જેમાં તમામ ઔષધીય ગુણધર્મો છે. જો કે શતાવરીના છોડને તૈયાર થતા એક વર્ષથી વધુનો સમય લાગે છે. પરંતુ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે તે ખેડૂતોના ખર્ચ કરતા અનેકગણું વધારે વળતર આપે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ :Agrostar,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.