સમાચારએગ્રોસ્ટાર
આ ખેડૂતો નઈ લઈ શકે આ યોજના નો લાભ!
☀️ઘણી વાર ઘણા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું તે ખેડૂતો જે અન્યની જમીન પર ખેતી કરે છે તેમને કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળશે? ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. જેનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હતું.
☀️ભારત સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 આપવામાં આવે છે. આ રૂપિયા 4 મહિનાના સમયગાળામાં 2,000 રૂપિયાના 3 હપ્તામાં DBT દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
☀️અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. કુલ 9 કરોડ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે.
☀️આ પ્રશ્ન ખેડૂતોના મનમાં વારંવાર આવે છે. શું તે ખેડૂતો યોજના હેઠળ કોઈ લાભ મેળવી શકે છે જેમની પાસે પોતાની જમીન નથી. જેઓ બીજાની જમીન પર ખેતી કરે છે.
☀️આવા ખેડૂતોને કિસાન યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. કિસાન યોજના હેઠળ તે ખેડૂતોને જ લાભ આપવામાં આવે છે. જેના નામે જમીન નોંધાયેલ છે.
☀️અને આ જ કારણ છે કે ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. ગયા મહિને વડાપ્રધાન મોદીએ વારાણસીથી કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!