AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ખેડૂતોના ખાતામાં આવશે 2 લાખ 25 હજાર રૂપિયા !
કૃષિ વાર્તાVTV ગુજરાતી
આ ખેડૂતોના ખાતામાં આવશે 2 લાખ 25 હજાર રૂપિયા !
કોરોના મહામારીના કારણે લાખો ખેડૂતો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે તે માત્ર તેઓ જ જાણે છે. હવે ખેડૂતો માટે ખુશખબર આવી છે. ⏩બનાસ ડેરી આપશે ખેડૂતોને બોનસ ⏩ખેડૂતોના ખાતામાં આવશે લાખો રૂપિયા ⏩શંકર ચૌધરીએ કર્યુ એલાન બનાસ ડેરી સાથે જોડાયેલા દરેક ખેડૂતના અકાઉન્ટમાં લાખો રૂપિયા મોકલવામાં આવશે. બનાસકાઠા જિલ્લા સહકારી દુગ્ઘ સંઘના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પોતાના 5 લાખથી વધુ પશુપાલક ખેડૂતોને 1128 કરોડ રૂપિયા બોનસ આપવાની ઘોષણા કરી છે. ⏩આવતા મહીને આવશે પૈસા આ બોનસ આવતા મહીને ઓગસ્ટમાં ખેડૂતોના અકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે. દેશમાં આ કોઇ પણ સહકારી ડેરી દ્વારા ઘોષિત કરેલું સૌથી મોટુ બોનસ છે. આ બોનસ રકમ દરેક ખેડૂતના અકાઉન્ટમાં 225,600 રૂપિયા મોકલવામાં આવશે. ⏩125 કરોડ રૂપિયાનું ડિબેંચર્સનું પેમેન્ટ બનાસ ડેરી દુધ સમિતીઓને 125 કરોડ રૂપિયાનું ડિબેંચર્સનું પેમેન્ટ આપશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના 5.5 લાખ દુધ ઉત્પાદન ખેડૂતોને 1007 કરોડ રૂપિયા ડાયરેક્ટ પેમેન્ટ કરવામાં આવશે. ⏩બનાસ ડેરીનું રેવન્યુ 13000 કરોડ રૂપિયા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બનાસ ડેરીનું રેવન્યુ 11 ટકા વધીને 13000 કરોડ રૂપિયા પહોંચી ગયુ હતુ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : VTV ગુજરાતી 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
62
29
અન્ય લેખો