AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ કાર પર મળી રહ્યું છે 95 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ, જાણી લો ઑફર !
નાણાંકીય માહિતીVTV Gujarati News
આ કાર પર મળી રહ્યું છે 95 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ, જાણી લો ઑફર !
👉નિસાન કિક્સ પર 95 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કેશ બેનેફીટ, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને લોયલ્ટી બેનેફીટ હિસાબે આપવામાં આવશે. જો તમે ગાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો નિસાન કિક્સ તમારા માટે સારો ઓપ્શન હોઇ શકે છે. 👉મારુતિ, મહિન્દ્રા, ટાટા, હ્યુંડાઇ જેવી કંપનીઓએ પોતાની કારની કિંમત વધારી દીધી છે ત્યારે નિસાન 95 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. 👉નિસાન કિક્સ પર 25 હજાર રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને કેશ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. તે સાથે જ નિસાનની કાર રિપ્લેસ કરાવો છો તો તમને 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. કંપની તરફથી નિસાન કિક્સ પર 20 હજાર રૂપિયા સુધીનું લોયલ્ટી બેનેફીટ મળી રહ્યું છે. 👉 નિસાન કિક્સના ફીચર આ ગાડીના બેઝ વેરિએન્ટમાં 6 તરફ એડજસ્ટ થનારી ડ્રાઇવર સીટ, એલઇડી ડિઆરએલ, પાવર વિન્ડો, ઇન્ટીગ્રેટેડ ટર્ન ઇન્ડીકેટર્સ સાથે પાવર એજસ્ટેબલ વિંગ મિરર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ્સ અને ચાર સ્પીકર્સ સાથે ઓડીયો સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવે છે. 👉 નિસાન કિક્સની કિંમત આ ગાડીને કંપનીએ 4 વેરિએન્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની શરૂઆતી દિલ્હી એક્સ શોરૂપ 9 લાખ 50 હજાર રૂપિયાથી શરૂ થઇને ટોપ મૉડલ સુધી 14 લાખ 15 હજાર રૂપિયા થઇ જાય છે. 👉 નિસાન કિક્સનું એન્જીન કિક્સ એસયુવીમાં બે એન્જીન ઓપ્શનમાં બજારમાં ઉતરી છે. તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જીન છે. તો 106એચપી પાવર અને 142 એનએમ ટોર્ક જનરેટ કરે છે. એસયુવીમાં 1.5 લિટર ડીજલ એન્જીન છે. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
3
અન્ય લેખો