કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
આ કલ્પવૃક્ષ થી થશે અધધ નફો
🥦બિઝનેસ કરવા વિશે જે લોકો વિચારી રહ્યા છે તેમને હંમેશા મૂંઝવણ રહે છે કે એવો કયો બિઝનેસ કરવો, જેનાથી સારી કમાણી પણ થાય અને રોકાણ પણ ઓછું કરવું પડે. આવા ઘણા વિકલ્પો છે, જેમાં ઓછા ખર્ચ સાથે વધુ કમાણી કરી શકાય છે. આજે અમને તમને જે બિઝનેસ વિશે જણાવીશું, તે એક ઔષધિય છોડ છે અને તમે તેના દ્વારા લાખોની કમાણી સરળતાથી કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ બોન્સાઇ પ્લાન્ટ વિશે. જેને લોકો ગુડલક પણ માને છે. તમે બોન્સાઇ પ્લાન્ટ ઉગાડવા અને વેચવાનું કામ શરૂ કરી શકો છો.
🥦બોન્સાઇ પ્લાન્ટનો ઉપયોગ ડેકોરેશન ઉપરાંત જ્યોતિષ અને વાસ્તુકળા માટે પણ થાય છે. કેન્દ્ર સરકાર તરફથી પણ બોન્સાઇ પ્લાન્ટના વાવેતર માટે આર્થિક મદદ મળે છે.
🥦બે રીતે કરી શકો છો બિઝનેસ- પહેલી રીતમાં તમે ઘરે બેઠા ઓછા પૈસામાં જ આ બિઝનેસ શરૂ કરી શકો છો. પરંતુ તેમાં થોડો સમય લાગશે. કારણ કે બોન્સાઇ પ્લાન્ટને તૈયાર થવાથી ઓછામાં ઓછા 2થી 5 વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તમે નર્સરીમાંથી તૈયાર પ્લાન્ટ લાવીને તેને 30થી 50 ટકા વધારે કિંમત પર વેચી શકો છો. આ બિઝનેસને તમે 20,000 રૂપિયામાં શરૂ કરી શકો છો. તમારી અનુકૂળતા મુજબ તમે આ બિઝનેસની નાની કે મોટી શરૂઆત કરી શકો છો. નફો અને વેચાણ વધ્યા બાદ બિઝનેસને વધુ વિસ્તૃત કરી શકો છો.
કેટલી હશે પ્લાન્ટની કિંમત?-
🥦બોન્સાઇ પ્લાન્ટને લોકો લકી પ્લાન્ટ તરીકે ઉપયોગમાં લે છે. તેને ઘર અને ઓફિસમાં ડેકોરેશન માટે રાખવામાં આવે છે. તેથી આ પ્લાન્ટની ડિમાન્ડ વધારે રહે છે. બજારમાં આ પ્લાન્ટની કિંમત 200થી 2500 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત પ્લાન્ટના શોખીન લોકો આ પ્લાન્ટ માટે મોં માંગી કિંમત આપવા પણ તૈયાર થઇ જાય છે.
આ વસ્તુઓની પડશે જરૂર-
🥦આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે સાફ પાણી, રેતાળ માટી કે રેતી, કુંડા અને કાચના પોટ, જમીન કે છત, 100થી 150 વર્ગ ફૂટ, સાફ પથ્થર કે કાંચની ગોળીઓ, પાતળો તાર, છોડને પાણી આપવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળીની જરૂરિયાત રહેશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!