AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ ઇલેક્ટ્રિક બાઈક ₹7માં આપે છે 100 કિમીની માઈલેજ, જાણો કિંમત !
ઓટોમોબાઈલ VTV ગુજરાતી
આ ઇલેક્ટ્રિક બાઈક ₹7માં આપે છે 100 કિમીની માઈલેજ, જાણો કિંમત !
✔️સાયકલના ભાવમાં ફેરવો બાઈક ✔️આ દમદાર ઈલેક્ટ્રીક બાઈક આપે છે 100 કિમીની માઈલેજ ✔️જાણો બાઈકના ફિચર અને કિંમત વિશે 🏍️ દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી માંગને જોતા તમામ કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને કારને લોન્ચ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ઘણા નવા સ્ટાર્ટઅપ પણ શામેલ છે. જેમાંથી આજે અમે તમને એક ઈલેક્ટ્રિક બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘણી ઓછી કિંમતોમાં દમદાર રેન્જ અને સ્ટાઈલ આપે છે. 🛵 આમ તો આ ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆતી કિંમત 49,999 રૂપિયા છે. પરંતુ જો તમે તેને દિલ્હીમાં ખરીદી રહ્યા છો તો તેના માટે તમારે 54,442 રૂપિયા ચુકવવાના રહેશે. તેની ઓન રોડ કિંમતમાં આરટીઓની ફી 2,999 રૂપિયા અને ઈન્શ્યોરન્સ ફી 1,424 રૂપિયા શામેલ છે. આ ઉપરાંત આ બાઈકની કિંમત દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ થઈ શકે છે. કંપનીએ જણાવ્યા અનુસાર એક તે ખૂબ જ દમદાર ઈલેક્ટ્રિક બાઈક છે. જે આ સેગમેન્ટમાં સૌથી વધારે સસ્તી પણ હશે. આ બાઈકમાં કંપનીએ 47V, 27Ahની પોર્ટેબલ લિથિયમ ઓયન બેટરી પણ આપી છે. જેની સાથે 250 વોટની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. 🛵 ફૂલ ચાર્જ થવામાં લાગે છે આટલો સમય: આ ઈલેક્ટ્રિક બાઈકને ફૂલ ચાર્જ થવામાં 3થી 4 કલાકનો સમય લાગે છે. કંપનીએ જણાવ્યા અનુસાર બાઈક એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 100 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. જેમાં તમને 35 કિમી પ્રતિકલાકની ટોપ સ્પીડ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બાઈકની ટોપ સ્પીડને 35 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેથી તમારે આ બાઈક ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડી શકે છે. 🏍️કંપનીની તરફથી આ લિથિયમ આયન બેટરી પર 2 વર્ષની વોરન્ટી આપવામાં આવી રહી છે. આ બાઈકમાં આપવામાં આવેલી બેટરીનું કુલ વજન 6 કિલોગ્રામ છે. કંપનીનો દાવો છે કે આ બેટરીને ચાર્જ થવામાં ફક્ત 1 યુનિટ વિજળીનો ખર્ચ આવે છે. જેના અનુસાર તેને એક વખત ચાર્જ કરવામાં ફક્ત 7 રૂપિયાનો ખર્ચ આવશે જેમાં તે 100 કિલોમીટરની એવરેજ આપશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
48
12