AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવું થાય તો મળે છે 50 લાખનું વળતર, જાણો કેવી રીતે કરશો ક્લેમ !
યોજના અને સબસીડીGSTV
આવું થાય તો મળે છે 50 લાખનું વળતર, જાણો કેવી રીતે કરશો ક્લેમ !
👉 આજના સમયમાં LPG ગેસ સિલિન્ડર (Gas Cylinder) બધાના ઘરમાં હોય છે. તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવામાં આવે છે કારણ કે એક નાનકડી ભૂલ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેવામાં જરૂરી છે કે આપણને તે ખબર હોવી જોઇએ કે LPGનો ઉપયોગ કરતી વખતે કઇ સાવચેતીઓ રાખવી જોઇએ અને કોઇ પ્રકારની દુર્ઘટના ઘટે તો શું કરવુ જોઇએ. સાથે જ તે પણ જાણ હોવી જોઇએ કે LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થાય અથવા ગેસ લીક થવાના કારણે કોઇ દુર્ઘટના ઘટે તો એક ગ્રાહક તરીકે તમારો શું અધિકાર છે. 50 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ 👉 LPG એટલે કે રાંધણ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને પર્સનલ એક્સીડેંટ કવર ઉપલબ્ધ કરાવે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ ઇન્શ્યોરન્સ LPG સિલિન્ડરથી ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના પગલે દુર્ભાગ્યવશ દુર્ઘટના થવાની સ્થિતિમાં આર્થિક મદદ તરીકે છે. આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપનીઓ સાથે પાર્ટનરશિપ હોય છે. ડીલર ડિલિવરી પહેલા ચેક કરે કે સિલિન્ડર બિલકુલ ઠીક છે કે નહીં. ગ્રાહકના ઘરે LPG સિલિન્ડરના કારણે દુર્ઘટનામાં થયેલા જાન-માલના નુકસાન માટે પર્સનલ એક્સીડેંટ કવર ચુકવવા પાત્ર છે. દુર્ઘટનામાં ગ્રાહકની પ્રોપર્ટી કે ઘરને નુકસાન પહોંચે તો પ્રતિ એક્સીડેંટ 2 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ ક્લેમ મળે છે. જાણો ગેસ સિલિન્ડર પર કેવી રીતે મળશે 50 લાખનો ક્લેમ 👉 દુર્ઘટના બાદ ક્લેમ લેવાની રીત સરકારી વેબસાઇટ માયએલપીજી.ઇન ( http://mylpg.in ) પર આપવામાં આવી છે. વેબસાઇટ અનુસાર LPG કનેક્શન લેવા પર ગ્રાહકને તેને મળેલા સિલિન્ડરથી જો તેના ઘરમાં કોઇ દુર્ઘટના ઘટે તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધી વીમાનો હકદાર હોય છે. 👉 દુર્ઘટના પર મહત્તમ 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે. દુર્ઘટનાથી પીડિત દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયાની ક્ષતિપૂર્તિ આપવામાં આવે છે. 👉 LPG સિલિન્ડરનો વીમા કવર મેળવવા માટે ગ્રાહકને દુર્ઘટના થયાના તરત જ બાદ સૂચના નજીકના પોલીસ સ્ટેશન અને પોતાના LPG વિતરકને આપવાની હોય છે. 👉 PSU ઓયલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓયલ, એચપીસી તથા બીપીસીના વિતરકોને વ્યક્તિઓ અને સંપત્તિઓ માટે ત્રીજી પાર્ટી વીમા કવર સહિત દુર્ઘટનાઓ માટે વીમા પોલીસી લેવાની હોય છે. 👉 આ કોઇ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી પરંતુ દરેક ગ્રાહક આ પોલીસીમાં કવર હોય છે. તેના માટે કોઇ પ્રીમિયમ પણ ચુકવવુ પડતું નથી. 👉 FIRની કોપી, ઘાયલની સારવારની રિસિપ્ટ તથા મેડિકલ બિલ તથા મોત થવા પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર સંભાળીને રાખો. 👉 ગેસ સિલિન્ડરથી દુર્ઘટના ઘટવાની સ્થિતિમાં સૌપ્રથમ પોલીસમાં રિપોર્ટ કરાવવી પડે છે. તે બાદ સંબંધિત એરિયા ઓફિસ તપાસ કરે છે કે દુર્ઘટનાનું કારણ શું છે. જો દુર્ઘટના એલપીજી એક્સીડેંટ હોય તો એલપીજી ડિસ્ટ્રીબ્યૂર એજન્સી/એરિયા ઓફિસ વીમા કંપનીની સ્થાનિક ઓફિસને આ અંગે સૂચિત કરશે. તે બાદ સંબંધિત વીમા કંપનીને ક્લેમ ફાઇલ થાય છે. ગ્રાહકને વીમા કંપનીમાં સીધા ક્લેમ માટે અરજી કરવા અથવા તેનો સંપર્ક સાધવાની જરૂર નથી. 👉 4500 ની સહાય ! સોલાર લાઈટ ટ્રેપ કરશે પાક ની રક્ષા જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210524_GJ_SCHEME_11AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
5
અન્ય લેખો