હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આવી 🌧️વરસાદની આગાહી
🌪️વાવાઝોડું બિપોરજોય ગુજરાતની બહાર જતું રહ્યું છે અને તેની અસરો રાજસ્થાનમાં બતાવી રહ્યું છે, આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 🌪️વાવાઝોડાની અસર શાંત થતા ભારે વરસાદની કોઈ ચેતવણી આગામી દિવસો માટે આપી નથી પરંતુ રાજ્યના કેટલાગ ભાગોમાં હળવાથી ગાજવીજ સાથેનો વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
રાજ્યના હવામાન વિભાગે વડોદરા,છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ⛈️વરસાદ થવાની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની અસરના કારણે ⛈️ભારે વરસાદ થયો હતો. જેમાં દ્વારકા, જામનગર, કચ્છ સહિતના ભાગોમાં તોફાની વરસાદ થયો હતો. જોકે, વાવાઝોડું લેન્ડફોલ થયા પછી બનાસકાંઠામાં તોફાની વરસાદ થયો હતો.
⛈️ 20 અને 21 તારીખે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બન્ને દિવસ દરમિયાન આ ભાગોમાં વરસાદ થવાની સંભવાનાઓ છે.
⛈️22મી જૂને વરસાદ થવાની સંભાવના કરવામાં આવી છે.આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.
⛈️જૂલાઈ માસ અંગે આગાહી કરીને તેમણે જણાવ્યું કે, માસની શરુઆત સુધીમાં સાબરમતીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરુઆતમાં પણ તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!