AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવી ગયું તમારી બજેટ નું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર !
ઓટોમોબાઈલ ABP ન્યુઝ
આવી ગયું તમારી બજેટ નું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર !
જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે તમારા બજેટમાં સારા સાબિત થઈ શકે છે અને તમારી જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે. તેમની પ્રારંભિક કિંમત 50000 રૂપિયાથી ઓછી છે. 🛵 બાઉન્સ ઇન્ફીનીટી E1 : એ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની દિલ્હીમાં કિંમત રૂ. 47,941 થી રૂ. 72,322 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 5 કલરમાં ઉપલબ્ધ છે. તે આગળ અને પાછળ બંને ડિસ્ક બ્રેક સાથે આવે છે. ફુલ ચાર્જ પર તે 85 કિમી સુધી જઈ શકે છે જ્યારે તેની ટોપ સ્પીડ 65 કિમી પ્રતિ કલાકની છે. ફુલ ચાર્જ થવામાં 4 કલાક લાગે છે. 🛵 હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ એ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની દિલ્હીમાં કિંમત રૂ. 46662 થી રૂ. 58787 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 3 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર તે 50 કિમી સુધી જઈ શકે છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 8-10 કલાકનો સમય લાગે છે. 🛵 Ampere REO આ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત 45,631 રૂપિયાથી 59,622 રૂપિયા સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 4 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર, તે 45-50 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની હોય છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 8-10 કલાકનો સમય લાગે છે. 🛵 ઇવોલેટ પોની એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 39,541 થી રૂ. 49,592 સુધીની છે. તે 2 વેરિઅન્ટ અને 1 કલરમાં ઉપલબ્ધ છે. સિંગલ ફુલ ચાર્જ પર, તે 80 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 65 કિમી પ્રતિ કલાક છે. સંપૂર્ણ ચાર્જ થવામાં 7-8 કલાકનો સમય લાગે છે. 🛵 ટેકનો ઇલેક્ટર નીઓ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની એક્સ-શોરૂમ કિંમત રૂ 41,919 છે. તે 1 વેરિઅન્ટ અને 4 રંગોમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જ પર, તે 55-60 કિમી સુધી જાય છે જ્યારે તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની હોય છે. ફુલ ચાર્જ થવામાં 4-5 કલાક લાગે છે. સંદર્ભ : ABP ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
10