AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવી ખુશખબરી, ખાતર પર મળશે વધુ સબ્સિડી !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
આવી ખુશખબરી, ખાતર પર મળશે વધુ સબ્સિડી !
⭐ દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. સરકાર સબ્સિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી. ⭐ રો મટિરિયલના રેટમાં વધારાનો બોઝ ખેડૂતો પર ન પડે. એટલા માટે સબ્સિડીનો વધુ ભાર ઉઠાવાની તૈયારી કરી રહી છે. ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરની સપ્લાઈને પ્રભાવિત કરે છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર રો મટિરિયલ ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. કેનેડા, ચાઈના, જોર્ડન, મલેશિયા, ઈંડોનેશિયા અને અમેરિકાથી ખાતરનું રો મટિરિયલ આવે છે. ⭐ છેલ્લા કેટલાય વર્ષોમાં ખાતર સબ્સિડી 80 કરોડની આસપાસ હોય છે. પણ રો મટિરિયલના ભાવ વધવાના કારણે ડીએપીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. એટલા માટે સરકારે ભારે સબ્સિડી આપીને ખેડૂતોને રાહત આપી હતી, પણ 2020-21માં ખાતર સબ્સિડી 1.28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ફરી રો મટિરિયલના ભાવમાં ઉછાળો આવ્યો, તો પણ સરકારે નિર્ણય કર્યો કે, તેની અસર ખેડૂતો પર ન પડે. આવી રીતે 2021-22માં તે વધારે થઈ ગયું . કહેવાય છે કે, આ વખતે સબ્સિડી 1.4 થી 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ⭐ ખેડૂતોને યુરિયા સહિત અલગ અલગ ખાતર યોગ્ય માત્રામાં અને યોગ્ય ભાવ પર મળી રહે. તેના માટે સબ્સિડીનો આખો ભાર ઉઠાવી રહી છે. કેટલાય દેશોમાં યુરિયાની કિંમત લગભગ ચાર હજાર રૂપિયા પ્રતિ બોરી છે. જ્યારે ઈંડિયામાં તેના ભાવ 266 રૂપિયા છે. આવી રીતે સરકાર પ્રત્યેક બોરી દીઠ 2650 રૂપિયાની સબ્સિડી આપી રહી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5