AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવા લોકોને 1.1 લાખ મળશે, જાણો સરકારની ધમાકેદાર સ્કીમ !
સમાચારએગ્રોસ્ટાર
આવા લોકોને 1.1 લાખ મળશે, જાણો સરકારની ધમાકેદાર સ્કીમ !
👵 60 વર્ષથી ઉપરના લોકો માટે પીએમ વય વંદના યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત તમને વાર્ષિક 1 લાખ 11 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. જેની સમયમર્યાદા પહેલા 31 માર્ચ 2020 સુધી હતી પરંતુ હવે તેને માર્ચ 2023 સુધી વધારવામાં આવી છે. LICને મળી છે જવાબદારી : 📢 આ યોજનામાં એક વ્યક્તિ વધુમાં વધુ 15 લાખનું રોકાણ કરી શકે છે. આ સ્કીમના સંચાલનની જવાબદારી LICને સોંપવામાં આવી છે. તમારે આ યોજનામાં પેન્શન માટે એક નિયત રાશિનું રોકાણ કરવાનું છે. પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પેન્શનના વિકલ્પની પસંદગી કરી શકો છો. કેટલું મળશે પેન્શન? ➡ આ સ્કીમમાં જો તમે એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન ઈચ્છો છો તો તમારે 1 લાખ 62 હજાર 162 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ માસિક પેન્શન 9250 રૂપિયા, ત્રિમાસિક 27, 750 રૂપિયા, અર્ધવાર્ષિક પેન્શન 55 હજાર રૂપિયા અને વાર્ષિક પેન્શન 1,11,100 રૂપિયા છે. 🎯 પીએમ વય વંદના યોજનાની વધુ માહિતી માટે તમે LIC એજેન્ટ ને મળી વધુ માહિતી મેળવી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
7
અન્ય લેખો