AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આવા લોકોને હવે જલસા ! ઘરે બેઠા મળશે 20000 રૂપિયા ?
સમાચારGSTV
આવા લોકોને હવે જલસા ! ઘરે બેઠા મળશે 20000 રૂપિયા ?
➡️ જો તમારું પણ SBI માં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે તમારે રોકડ ઉપાડવા અથવા જમા કરવા માટે બેંક અથવા એટીએમમાં ​​જવાની જરૂર નથી. તમે ફક્ત કોલ કરીને ઘરે રોકડ માંગી શકો છો. SBI ની આ સેવાનું નામ છે ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ. આ સેવા અંતર્ગત ગ્રાહકો 20000 રૂપિયા સુધીના વ્યવહારો કરી શકે છે. ➡️ ડોર સ્ટેપ સુવિધા હેઠળ, તમે ઘરે બેઠા દિવસમાં 20 હજાર રૂપિયા મંગાવી શકો છો અથવા જમા કરાવી શકો છો. આ સિવાય, ડોર સ્ટેપ બેંકિંગમાં ચેકબુક, લાઇફ સર્ટિફિકેટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ડિપોઝિટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ડોરસ્ટેપ બેંકિંગમાં નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે, 75 રૂપિયા + જીએસટી વસૂલવામાં આવશે. ➡️ ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનું રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટર દ્વારા થઈ શકે છે. ટોલ ફ્રી નંબર 1800111103 પર ફોન કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે. વધુ વિગતો માટે ગ્રાહકો https://bank.sbi/dsb પર ક્લિક કરી શકે છે. આ રીતે કરો રજીસ્ટ્રેશન : ➡️ ડોરસ્ટેપ બેંકિંગ એપ ડાઉનલોડ કરો. ➡️ તેમાં મોબાઇલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરો ➡️ આ સિસ્ટમમાંથી OTP જનરેટ થશે અને તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે. ➡️ DSB એપમાં આ OTP દાખલ કરો. ➡️ પુષ્ટિ માટે તમારું નામ અને ઇમેઇલ, પાસવર્ડ (પિન) દાખલ કરો અને નિયમો અને શરતો સ્વીકારો. ➡️ DSB એપ તમને રજીસ્ટ્રેશન દરમિયાન વેલકમ એસએમએસ મોકલશે ➡️ ત્યાં વધારાની માહિતી માટે PIN વડે લોગીન કરો. ➡️ આમાં, સરનામું દાખલ કરવાની સાથે, સરનામું ઉમેરવાનો વિકલ્પ પણ છે. તમે એક કરતા વધારે એડ્રેસ ઉમેરી શકો છો અને તેને DSB એપમાં સ્ટોર કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
11
અન્ય લેખો