AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આયુષ્યમાન ભારત 2023 ની યાદી થય જાહેર,આ રીતે કરો નામ ચેક.
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
આયુષ્યમાન ભારત 2023 ની યાદી થય જાહેર,આ રીતે કરો નામ ચેક.
👉આયુષ્માન ભારત યોજના 1 ફેબ્રુઆરી 2018 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આજે વાત કરીશું કેવી રીતે અરજી કરવી અને આયુષ્માન ભારત યોજના સૂચિ 2023 માં તમારું નામ કેવી રીતે તપાસવું. તેની જાહેરાત ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ કરી હતી. આ યોજનાનો હેતુ એ હતો કે, તમામ B.P.L. કાર્ડ ધારકોને Ayushman Bharat Yojana 2023 List હેઠળ મફતમાં સારવાર થવી જોઈએ. દરેક પરિવારને વાર્ષિક 5 લાખ સુધીની સારવારમાં સહાય આપવામાં આવશે. ભારતમાં 10 કરોડ બી.પી.એલ કાર્ડ ધારક પરિવારો આ યોજનાનો લાભ લઈ શકશે. 👉આયુષ્માન ભારત યોજનાના લાભો :- - માનસિક બીમારીની સારવાર - વૃદ્ધ દર્દીઓ માટે કટોકટીની સંભાળ અને સુવિધાઓ - ડિલિવરી દરમિયાન મહિલાઓ માટે તમામ સુવિધાઓ અને સારવાર તથા 9,000 રૂપિયા સુધીની છૂટ - દાંતની સંભાળ - જો કોઈ વ્યક્તિને કેન્સર હોય તો તેની સારવાર 50,000 રૂપિયા સુધી થઈ શકે છે. - સંપૂર્ણ બાળ આરોગ્ય સંભાળ - વૃદ્ધો, બાળકો, મહિલાઓના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું - દર્દીને દાખલ કરતા પહેલા અને ડિસ્ચાર્જ થયા પછી પણ તમામ ખર્ચ સરકાર આપશે. 👉ABY માં હોસ્પિટલમાં દાખલ થવાની પ્રક્રિયા :- * સૌથી પહેલા દર્દીએ હોસ્પિટલ જઈને આયુષ્માન સાથે જોડાયેલા કર્મચારીને મળવું પડશે. * તમારે તેમને તમારું એક ઓળખ કાર્ડ બતાવવું પડશે જેથી કરીને તેઓ તમારી ખરાઈ કરી શકે, કન્ફર્મેશન પછી આયુષ્માન યોજનાના કર્મચારી તમારો ફોટો લેશે. * તે પછી તમારે જણાવવું પડશે કે તમારા પરિવાર સાથે તમારો સંબંધ શું છે. * આ પછી તમારો રેકોર્ડ સાચવવામાં આવશે ત્યારબાદ કર્મચારી દ્વારા તમને અસ્થાયી કાર્ડ આપવામાં આવશે. * વેરિફિકેશન બાદ તમારો કેસ ઓથોરિટી વિભાગને સોંપવામાં આવશે. * તમારો કેસ મંજૂર થયા પછી, તમારો રેકોર્ડ ગોલ્ડન રેકોર્ડ તરીકે સાચવવામાં આવશે. * આ પછી, કર્મચારી દ્વારા તમને એક ઈ-કાર્ડ આપવામાં આવશે જેના પછી તમે તમારી સારવાર કરાવી શકશો. 👉નામ કેવી રીતે તપાસવું? :- આયુષ્યમાન ભારત યોજના રજીસ્ટ્રેશન ઓનલાઈન સેન્‍ટર પરથી કરાવી શકો છો. આ પ્રક્રિયામાં, અમે તમને આયુષ્માન ભારત યોજના સૂચિ 2023 કેવી રીતે તપાસવી તે જણાવી રહ્યા છીએ. જો તમે આ લાભાર્થીની સૂચિમાં તમારું નામ જોવા માંગતા હોય તો નીચે આપવામાં આવેલ પ્રકિયા કરો. - સૌથી પહેલા તમારે www.pmjay.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. - હવે તમારે અહીં Am I eligible પર ક્લિક કરવાનું રહેશે. - હવે પછીના પેજ પર તમારો મોબાઈલ નંબર દાખલ કરો તેમજ કેપ્ચા કોડ દાખલ કરો અને જનરેટ OTP પર ક્લિક કરો. - હવે તમને OTP આપવામાં આવે છે. તમારા ફોન પર મળેલ OTP અહીં સબમિટ કરો. - ત્યારબાદ એક ફોર્મ તમારી સામે દેખાશે, તેમાં માંગેલી માહિતી ભરો અને સર્ચ કરો. - હવે તમારી સામે પરિણામ આવશે, જો તમારું નામ લિસ્ટમાં હશે, તો તમારું નામ અહીં હશે અને સંપૂર્ણ માહિતી પણ જોવા મળશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
19
2
અન્ય લેખો